પારડી : દમણ કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડનારાઓ સામે વલસાડ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જેનું જ પરિણામ છે કે છેલ્લાં કેટલાંક મહિનાથી ગુજરાતમાં આ બંને ઠેકાણેથી દારૂની હેરફેર ઘટી છે. તેના લીધે બૂટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા રોજ નવા કિમીયા અજમાવી રહ્યા છે. આ જ રીતે એક લક્ઝરી બસમાં દારૂ છુપાવીને તલાસરીથી અમદાવાદ લઈ જવાતો હતો, પરંતુ પોલીસની નજરથી તેઓ બચી શક્યા નહીં.
(Pardi) પારડી તાલુકાના બગવાડા (Bagwada) ટોલનાકા (Toll) ને.હા.નં.48 પર વલસાડ (Valsad) જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન લક્ઝરી બસમાં (Bus) તલાસરીથી અમદાવાદ દારૂની (Liquor) હેરાફેરી કરતા 3 ઈસમને ઝડપી (Arrest) પાડ્યા હતા. બગવાડા ટોલ નાકા હાઈવે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર જય ટ્રાવેલર્સ લક્ઝરી બસ નં.જીજે-03 બીવી 4365 ને રોકી તપાસ કરતા બસની ડીકીમાં દારૂની બોટલ નંગ 432 જેની કિં.43,200 લક્ઝરી બસની કિં.રૂ.10 લાખ મળી કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લક્ઝરી બસનો ચાલક સલીમ ઉર્ફે સમીર મહંમદ શેખ (રહે અમદાવાદ), ક્લીનર ગણેશ રતિલાલ મરાઠે (રહે. ધુલિયા મહારાષ્ટ્ર) અને જીવા કુબેર મીણા (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર ગૌરવ ઉર્ફે ગોલુ (રહે.વાપી), અનમોલ, આકાશ અને અન્ય એક ઈસમ મળી 4ને પોલીસે વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.
પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બંટી – બબલીએ દારૂ ભરેલી કાર હંકારી મુકી
પારડી : પારડી પોલીસ મથકના પીઆઇ મયુર પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન મળેલી બાતમીના આધારે કલસર પાતલીયા ચેકપોસ્ટ આગળ દમણથી એક સ્વીફ્ટ કારમાં દંપતી બંટી ઓર બબલીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમી વાળી સ્વિફ્ટ કાર નં.GJ-15-CL-0877 આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કારમાં સવાર દંપતીએ કારને પુરઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કરતા બંટી ઓર બબલી અને પોલીસ વચ્ચે ફિલ્મી દર્શયો સર્જાયા હતા. જેમાં દારૂ ભરેલી કારના કાચ તૂટતાં નુકશાન પહોંચ્યું હોવાનું જણાવા મળ્યું છે. પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારમાંથી વ્હીસ્કી અને બિયરની બોટલ નંગ 312 જેની કિમત રૂ 27,600, કારની કિ.રૂ. 5 લાખ મળી કુલ રૂ. 5 લાખ 28 હજાર મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર સવાર બંટી ઓર બબલી વલસાડ નજીકના ચણવઈ ગામે રહેતા કમલેશ મોતીભાઈ પટેલ અને તેની પત્ની હિના કમલેશ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રોહિ. હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.