Gujarat

દીવ-દમણ કે આબુ જવાની જરૂર નથી, ગુજરાતના આ વિસ્તારમાં દારૂ પીવાની સરકારે છૂટ આપી

ગાંધીનગર : આગામી તા.10મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે, તે પહેલા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર નજીકના ગીફ્ટ સીટી ખાતે દારૂના સેવન માટે મુકિત્ત આપવામાં આવી છે.

  • આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કંપનીઓને ગ્લોબલ બીઝનેશ ઈકો સિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સરકાર દ્વારા ચર્ચાસ્પદ નિર્ણય લેવાયો
  • ગીફ્ટ સીટીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ સેવનની મુકિત્ત અપાઈ
  • ગીફ્ટ સીટીની બહારથી જો કોઇ નશો કરેલી હાલતમાં પકડાશે તો તેની ધરપકડ કરવામાં આવશે : પોલીસ

ખાસ કરીને ગીફ્ટ સીટી ખાતે આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કંપનીઓને ગ્લોબલ બીઝનેશ ઈકો સિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગીફ્ટ સીટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવા દારૂબંધીના નિયમોમાં છૂટછાટ અપાઈ છે. ગીફ્ટ સીટીની બહાર પીધેલી હાલતમાં જો કોઈ પકડાશે તો તેની ધરપકડ કરાશે, તેમ પોલીસ સૂત્રોએ કહ્યું હતું.

રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા કરાયેલા આદેશમાં જણાવ્યા અનુસાર, આ નવી છૂટછાટ મુજબ ગીફ્ટ સીટીમાં ફરજ બજાવતા બધાં જ કર્મચારીઓ તથા માલિકોને લીકર એક્સેસ પરમીટ આપવામાં આવશે. આ પરમીટના પહલા ગીફ્ટ સીટીમાં આવેલી હોટેલની અંદર વાઈન એન્ડ ડાઈન સુવિધા આપતી હોટેલ કે રેસ્ટોરેન્ટ કે ક્લબમાં દારૂનું સેવન કરી શકશે.

આ ઉપરાતં કંપની જેને ઓથોરાઈઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી અન્ય કર્મચારીઓની સાથે દારૂના સેવનની જોગવાઈ કરાઈ છે. ગીફ્ટ સીટીમાં આવેલી હોટેલ, કલબ કે રેસ્ટોરેન્ટ અથવા નવી આવી રહેલી હોટેલ પણ આવી પરમીટ મેળવી શકશે.

ગીફ્ટ સીટીની અધિકૃત મુલાકાતે આવનાર કર્મચારીઓ કે અધિકારીઓ હોટેલ, ક્લબ કે રેસ્ટોરેન્ટમાં લીકરલ સેવન કરી શકશે. જો કે હોટેલ, કલબ કે રેસ્ટોરેન્ટ દ્વારા દારૂનું વેચાણ કરી શકાશે નહીં. નશાબંધી તથા આબકારી વિભાગ દ્વારા એફ એલ 3 પરમીટ ધરાવતી હોટેલ, રેસ્ટોરેન્ટ અને કલબ દ્વારા આયાત, સંગ્રહ અને પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખની કામગીરી કરશે.

ગીફ્ટ સીટી બહારથી નશો કરેલી હાલતમાં પકડાશે તેની ધરપકડ કરાશે : પોલીસ
ગાંધીનગર, તા. 22 : રાજય સરકાર દ્વારા ગાંધીનગર નજીકના ગીફ્ટ સીટી ખાતે દારૂના સેવન માટે મુકિત્ત આપવામાં આવી છે. ત્યારે આ તરફ ગાંધીનગર પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગીફ્ટ સીટિ બહારથી નશો કરેલી હાલતમાં જો કોઇ વ્યક્તિ ઝડપાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. પોલીસની આ વાતથી એવું પ્રતિત થાય છે કે ગીફ્ટ સીટિમાં દારૂ પીધા પછી કોઇ વ્યક્તિએ બહાર ન આવવું. હવે કોઇ કર્મચારી કે અધિકારી અંદર દારૂ સેવન કરે અને પછી તેને એમ ઇચ્છા થાય કે ચાલ જરા આંટો મારી આવું તો તેના માટે એ મુસીબત તાણી લાવશે.

Most Popular

To Top