સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાસોણા લાયન સફારી પાર્કમાં (Lion Safari Park) વધુ 2 નર-માંદા સિંહને લાવવામાં આવ્યા છે. જે થકી આગામી દિવસોમાં પર્યટકો (Tourist) મોટી સંખ્યામાં વાસોણા લાયન સફારી પાર્કમાં ઉમટશે.
- સેલવાસના વાસોણા લાયન પાર્કમાં 2 સિંહની એન્ટ્રી
- વન વિભાગ સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાંથી નર સિંહ તથા રાજકોટના પ્રાણી સંગ્રાહલયમાંથી માંદા સિંહને લાવ્યા
- લાયન પાર્કમાં વધુ 2 સિંહની એન્ટ્રી થતાં પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી સિંહને જોવાનો લાભ લેશે
પ્રદેશના લોકો અને પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકો અને ખાસ કરીને બાળકોમાં જંગલ અને વન્ય જીવો વિષે વધુમાં વધુ માહિતી એકત્ર કરી શકાય અને તેમની જાળવણી તેમજ જતન એક સમાન રીતે થઈ શકે એવા આશય સાથે વર્ષ 2002 માં દાનહના વાસોણામાં 20 હેક્ટરમાં લાયન સફારી પાર્ક બનાવાયો હતો. જેની અત્યાર સુધીમાં અનેક પર્યટકોએ મુલાકાત લીધી હતી.
હજી પણ રજાઓના દિવસો અને વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકો મુલાકાત લઈ વન્ય જીવોને જોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે વાસોણા લાયન પાર્કમાં પર્યટકો વધુમાં વધુ ઉમટે અને પર્યટકો વન્ય જીવ સૃષ્ટિથી આકર્ષિત થાય એવા આશય સાથે પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના અથાગ પ્રયત્ન થકી વન વિભાગ દાનહ વધુ 2 સિંહને વાસોણા લાયન સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે. વન વિભાગે સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાંથી અશોકા નામનો નર સિંહ તથા રાજકોટના પ્રાણી સંગ્રાહલયમાંથી મીરા નામની માંદા સિંહને લાવ્યા છે. ત્યારે વાસોણા લાયન પાર્કમાં વધુ 2 સિંહની એન્ટ્રી થતાં આગામી દિવસોમાં પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી સિંહને જોવાનો લાભ લઈ શકશે.