મુંબઈ: દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા વિજય દેવેરાકોંડાની (Vijay Devarkonda) ફિલ્મ લાઈગર (Liger) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. વિજય દેવરાકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં (Bollywood) ડેબ્યૂ કર્યું છે. લાઈગર ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) લીડ રોલમાં છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં રહી હતી. વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેના ચાહકો આતુરતાથી ફિલ્મ લાઈગરની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, ત્યાર પછી આ ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ આવી ગયો છે.
વિજય દેવેરાકોંડાની ફિલ્મ લાઈગરની પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ સારી ઓપનિંગ રહી છે. એટલું જ નહીં, આ ફિલ્મની શરૂઆતે અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢી અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષા બંધનને પણ પાછળ છોડી દીધી છે. લાઈગર ફિલ્મે પ્રથમ દિવસે કુલ 27 કરોડની ઓપનિંગ કરી છે. ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે તેલુગુ ભાષામાં સૌથી વધુ કમાણી કરી છે.
પ્રારંભિક આંકડાઓ અનુસાર, વિજય દેવરાકોંડાની આ ફિલ્મે માત્ર તેલુગુમાં 24.5 કરોડની કમાણી કરી હતી. બાકીની કમાણી અન્ય ભાષાઓમાંથી આવી છે. જો કે, આ હજુ પણ ફિલ્મની કમાણીના અંદાજિત આંકડા છે. તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન બંને ફિલ્મો એકસાથે પ્રથમ દિવસે 20 કરોડ રૂપિયાની કમાણી કરી શકી નથી. આવી સ્થિતિમાં વિજય દેવરાકોંડાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. વિજય દેવરાકોંડા ફિલ્મ ‘લિગર’માં બોક્સરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મ ‘લાઈગર’ પુરી જગન્નાથ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
વિજય દેવરકોન્ડાના ફેન હોવ તો..
લાઈગરની રિલિઝ પહેલાં ફિલ્મનું એક સ્પોર્ટ્સ એંથમ રિલિઝ થઈ હતી જેના શબ્દો હતા વોટ લગા દેંગે. લાગે છે ફિલ્મની આખી ટીમે એંથમને કંઈક વધારે જ સિરીયસ લઈ લીધી હતી. ફિલ્મે ખરેખર દર્શકોની વોટ લગાવી દીધી છે. સ્પોર્ટ્સ ડ્રામા આ ફિલ્મ ખરેખર નિરાશ કરે છે. બનારસથી મુંબઈ શહેરમાં સ્થાયી થયેલા લાઈગર (વિજય દેવરકોન્ડા) અને તેની માતા બાલમણી (રામ્યા કૃષ્ણન) પોતાના મૃત પિતા અને પતિની છેલ્લી ઈચ્છા પુરી કરવા માંગે છે. બાલમણી ઈચ્છે છે કે તેમનો દીકરો એમએમએ (માર્શલ આર્ટ્સ)ની દુનિયામાં નામ રોશન કરે. ચા વેચીને જીવન વીતાવતા મા-દીકરાનું બોન્ડિંગ અલગ છે. અહીં મા સ્ટ્રોન્ગ છે અને દીકરાને રફ એન્ડ ટફ બનાવવા માંગે છે. લાઈગર દરેક વાત હળવામાં લે છે.
લાઈગર દેશના બેસ્ટ કોચ (રોનિત રોય) થી ફાઈટીંગ શીખવા માંગે છે, પરંતુ રૂપિયા નથી. તે ઈન્સ્ટીટ્યૂટમાં ઝાડૂ-પોતા મારે છે. પોતાની મહેનતથી કોચના હ્દયમાં સ્થાન જમાવવામાં સફળતા મળે છે. લાઈગરને ટ્રેનિંગ દરમિયાન એક વોર્નિંગ આપવામાં આવે છે કે તેનું તમામ ધ્યાન ફાઈટીંગ પર રાખે અને છોકરીઓથી દૂર રહે, પરંતુ લાઈગર સોશિયલ મીડિયા સેલિબ્રિટી તાન્યા (અનન્યા પાંડે)ની નજીક જતો રહે છે. લાઈગર પોતાના કારકિર્દી કે પ્રેમિકા કોની પસંદગી કરે છે? 2 કલાક 20 મિનીટની ફિલ્મ એવરેજ છે. વિજય દેવરકોન્ડાએ પોતાનું કામ ઈમાનદારીથી કર્યું છે પરંતુ તે ભૂમિકામાં જામતો નથી. તમે વિજય દેવરકોન્ડાના ફેન હોવ તો એકવાર જોઈ શકો છો.