લખનઉઃ (Lucknow) એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં મહિલા ઉપર પેશાબની ઘટના ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે ત્યાં તો હવે ટ્રેનમાં પેશાબની ઘટના સામે આવી છે. એર ઇન્ડિયામાં મહિલા પર પેશાબ કરવા મામલે ભારે હોબાળો થયા બાદ દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને નોકરી ગુમાવવી પડી હતી. આ સાથે તેના પર થોડા સમય માટે હવાઈ મુસાફરી પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ મામલો ઠંડો પડી રહ્યો હતો કે હવે ટ્રેનમાં (Train) પેશાબ કરવાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ અમૃતસરથી કોલકાતા જતી અકાલ તખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં હાજર ટીટીએ મહિલાના માથા પર પેશાબ કર્યો હતો. રાજેશ તેની પત્ની સાથે એ-1 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. મધરાતે 12 વાગ્યે તેની પત્ની તેની સીટ પર સૂતી હતી. તે સમયે ટીટીએ મહિલાના માથા પર પેશાબ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ બિહારના ટીટી મુન્ના કુમારે આ કામ કર્યું હતું. આ ઘટના બાદ ટ્રેનમાં ઘણો હંગામો થયો હતો અને આ પછી પોલીસે ટીટી મુન્ના કુમારની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલાનો પતિ રાકેશ પણ રેલવેમાં નોકરી કરે છે.
એર ઈન્ડિયા કૌભાંડમાં પાઈલટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
એર ઈન્ડિયા (AI)ના પેસેન્જર દ્વારા 26 નવેમ્બર, 2022ના રોજ એર ઈન્ડિયાના વિમાનમાં એક મહિલા પર પેશાબ કરવાના કિસ્સામાં DGCA એ એરલાઈન પર ભારે દંડ ફટકાર્યો હતો. DCCA એ નિયમોના ઉલ્લંઘન બદલ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ઉપરાંત ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળતા માટે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.