Vadodara

પોર પાસે સરાર ગામમાં દીપડાનો આતંક પશુનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વડોદરા : કોન્ક્રીટના જંગલો બની જતા હવે વન્ય પ્રાણીઓ માનવ વસ્તીઓમાં આવી જતા હોવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચુકી છે. હાલમાં જ વડોદરા નજીક શેરખી ગામ પાસેની કોતરોમાં દીપડાએ દેખા દીધી હતી.જે બાદ હવે પોર નજીક સરાર ગામમાં દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વડોદરા શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી દીપડો આવી ગયો હોવાનો સીલસીલો યથાવત જોવા મળ્યો છે. સૌપ્રથમ વડોદરાના એરફોર્સ સ્ટેશનમાં ત્યારબાદ વાઘોડિયા ડભોઇ અને પાદરા બાદ સિનોર સિંધરોટ કોતરોમાં દીપડાની દહેશત ઊભી થઈ હતી.

ત્યારે હવે પોર નજીક આવેલ સરાર ગામમાં પણ દીપડાનો આતંક સામે આવ્યો છે. મોડી રાત્રે દિપડાએ ગાયનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. દીપડાનો આતંક જોવા મળ્યો છે. હવે સરાર ગામમાં દીપડાની દહેશત ઊભી થઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર દીપડાએ અત્યાર સુધીમાં ચાર વાછરડા અને ગાયનો શિકાર કર્યો છે. દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ત્યારે ગ્રામજનો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરી દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top