સુરત : ડિંડોલીમાં વેપારી સાથે જમીન માલિક (land owner) દ્વારા છ પ્લોટની રોકડ રકમ લઇને બાદમાં છેતરપિંડી (Fraud) કરવામાં આવી હતી. તેમાં છ પ્લોટ દેવધ ગામમાં વેપારી દ્વારા ખરીદવામાં આવ્યા હતા. તેની કબ્જા રસીદ માલિક દ્વારા બનાવી આપવામાં આવી હતી. બાદમાં જમીન માલિકે વેપારીને અંધારામાં રાખીને બારોબાર એન.એ. કરીને થર્ડ પાર્ટી દસ્તાવેજ કરીને આ પ્લોટો વેચી માર્યા હતા. વેપારીને આ ગેરરીતિ માલૂમ પડતા ગોડાદરા (Goddara) પોલીસ (Police) મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
ગોડાદરા પોલીસે જણાવ્યાનુસાર ડિંડોલીમાં આનંદી સોસાયટીમાં રહેતા મહેસાણાના વતની અમ્રુતïભાઈ મણીલાલ પટેલ દ્વારા છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ગઇ સાંજે યોગેશ કાંતીલાલ ઉમરીયા છગનલાલ ભવરલાલ રાઠોડ ,ધીરજી ઉર્ફે ધીરુ બાબર દેસાઈ અને મહેશ વિઠ્ઠલ ભંડારી સામે ફરિયાદ નોંîધાવી હતી. આરોપી યોગેશ, ધીરજી અને છગનલાલનાએ દેવધ ગામ રેવન્યુ સર્વે નં-૧૩/૧ સર્વે બ્લોક નં-૨૧ વાળી જમીન પૈકી ૧૭૦૦ ચો.મી ક્ષેત્રફળ વાળી નવી શરતની ખુલ્લી જમીનમાં પ્લોટો પાડ્યા હતા. આરોપીઓ છ પ્લોટ વેચાણ કરી કબજા સહિત વેચાણ કરાર પણ ગત તા ૧૪ મે ૨૦૧૪માં કરી આપ્યા હતા અને જમીન નવી શરતમાંથી જુની શરત કરી એન.એ કરાવી દસ્તાવેજ બનાવી આપવાની બાંહેધરી આપી હતી. સન ૨૦૧૬માં અમૂતભાઈએ તમામ છ પ્લોટ હોલ્ડરોએ પાસેથી પ્લોટ ખરીદી લીધા હતા ત્યારથી તેઓ પ્લોટના માલિક કબજેદાર બન્યા છે.
મહિધરપુરામાં હીરા દલાલ સાથે રૂ. ૧૧ લાખની ઠગાઈ
સુરત : મહિધરપુરા હીરા બજારના દલાલ સાથે રૂપિયા ૧૧ લાખની છેતરપિંડી થઈ છે. તેમાં હીરા વેચાણ કરવા માટે લીધા બાદ પેમેન્ટ આપ્યું ન હતું, ઉપરથી ધાકધમકી આપી હતી. આ મામલે દલાલ સહિત બે વેપારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.કતારગામ લલીતા ચોકડી નિલકંઠ સોસાયટીમાં રહેતા નિકુંજ જીવરાજભાઈ રાવળ અઢી વર્ષથી મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલી કરે છે. નિકુંજભાઈને ગત તા ૩ જુનના રોજ હીરા વેપારી મિત્ર કમલેશ ખત્રી અને અનિલ પારધીએ કુલ રૂપિયા ૧૧ લાખની કિંમતના હીરા વેચાણ કરવા માટે આપ્યા હતા આ હીરા નિકુંજભાઈએ હીરા દલાલ નરેશ બાબુ વેકરીયા (રહે, સરથાણા અમર રો હાઉસ )અને રાહુલ બંસલïને વેચવા માટે આપ્યા હતા જાકે આરોપીઓએ હીરા વેચાણ કરવા માટે લીધાï બાદ સગેવગે કરી નાંખ્યા હતા અને નિકુંજએ હીરા કે પેમેન્ટની ઉઘરાણી કરતા હીરા નથી આપવાના થતા જે થાય તે કરી લેવાની ધમકી આપી છેતરપિંડી કરી હતી.