શહેરા: શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાને બે વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામી છે. પોલીસ દ્વારા વિપક્ષના નેતા જે. બી.સોલંકીને અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે પોલીસ કાફલા સાથે મૂકવા ગયા હતા. ફેબ્રુઆરીમાં યોજાયેલી શહેરા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વાડી તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના જે.બી.સોલંકીનો વિજય થયો હતો અને વિરોધ પક્ષના નેતા બન્યા હતા.
વર્ષ ૨૦૧૧થી સમયાંતરે તેના વિરુદ્ધ મિલકત અને શરીર સબંધી ૬ જેટલા ગુન્હા શહેરા પોલીસ મથકે નોંધાયા હતા આચરેલા ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઈ પોલીસે પ્રાંત અધિકારી સમક્ષ જે.બી.સોલંકી સમાજ માટે તેમજ આસપાસના વિસ્તાર માટે ખતરનાક વ્યક્તિ સાબિત થઈ શકે છે ની વસ્તુસ્થિતિને ધ્યાને તેના તડીપાર માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જે અનુસંધાનમાં ૧૭મી જુલાઈ શનિવાર ના રોજ સુનાવણી રાખવામાં આવી હતી ,જેમાં બંને પક્ષકારો ને સાંભળવામાં આવ્યા હતા જે.બી.સોલંકીએ પોતાની નિર્દોષતા સાબીત કરવાના આશયથી વધુ મુદત માંગતા પ્રાંત દ્વારા સોમવારના રોજ ન્યાયના હિતને ધ્યાને રાખી મુદતની માંગણી ગ્રાહ્ય રાખી હતી.મંગળવારના રોજ પ્રાંત અધિકારી દ્વારા જે.બી.સોલંકીનો પંચમહાલ,મહીસાગર,દાહોદ,ખેડા,છોટાઉદેપુર અને વડોદરા જિલ્લો મળી ૬ જિલ્લામાંથી ૨ વર્ષ માટેનો તડીપાર નો આખરી હુકમ કરવામાં આવ્યો હતો આથી જે.બી સોલંકી ને શહેરા પોલીસ મથકે લાવી પો.સ.ઈ. લકી પટેલ અને ચુસ્ત પોલીસ કાફલ વચ્ચે ગાંધીનગર લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી.