મુંબઇમાં દાઉદ ઇબ્રાહિમની કુખ્યાત ડી ગેંગના શટર પાડી દેનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના તાર સમગ્ર દુનિયામાં ફેલાયેલા છે. સાબરમતિ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ ગેંની વાત કરીએ તો ગેંગ દેશભરમાં 700 થી વધુ શૂટર્સનું નેટવર્ક ધરાવે છે, જે જેલમાંથી સંચાલિત થાય છે. મુખ્ય શૂટરોમાં યોગેશ (રાજુ), પ્રદીપ શર્મા (ગોલુ), અને શુભમ લોનકર (બાબા સિદ્દીકી હત્યા કેસ) સામેલ છે. આ ગેંગ ખંડણી અને હત્યાના કેસોમાં સક્રિય છે, જેના શૂટરોની પોલીસ દ્વારા વારંવાર ધરપકડ કરવામાં આવે છે. તેના મુખ્ય શૂટર્સની વાત કરીએ તો યોગેશ ઉર્ફે રાજુ છે જે મથુરામાં પોલીસ એન્કાઉન્ટર બાદ પકડાયો, જે કુખ્યાત શાર્પ શૂટર છે.
પ્રદીપ શર્મા (ગોલુ) આગ્રાનો રહેવાસી, વેપારીઓ પાસેથી ખંડણી અને શસ્ત્રો સપ્લાય કરવા માટે વોન્ટેડ છે. શુભમ લોનકર બાબા સિદ્દીકી હત્યા કેસનો મુખ્ય શંકાસ્પદ અને ષડયંત્રકારી છે. રોહિત શેટ્ટી પર ફાયરિંગ કરવામાં પણ તેના જ ગુર્ગાઓની અટક કરવામાં આવી છે. રણદીપ મલિક અને અનિલ પંડિત નામના શુટર્સે તાજેતરના હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. ગેંગનું સંચાલન અનમોલ બિશ્નોઈ (લોરેન્સનો ભાઈ) વિદેશથી ગેંગ ઓપરેટ કરે છે, જે બાબા સિદ્દીકી કેસના શૂટરોના સંપર્કમાં હતો જેનો કબજો હાલ ભારત પાસે છે. લોરેન્સ બિશ્નોઈ પોતે સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદમાંથી હાઈ-સિક્યોરિટી વોર્ડમાં રહીને નેટવર્ક ચલાવે છે.
આ ગેંગની ગુનાહિત પ્રવૃતિઓની વાત કરીએ તો સોશિયલ મીડિયા અને ધમકીઓ દ્વારા વેપારીઓ પાસેથી ખંડણી માંગવી, બાબા સિદ્દીકી હત્યા અને અન્ય હાઈ-પ્રોફાઈલ હત્યાના કાવતરા રચવા, યુવાઓને ગેંગમાં જોડીને હથિયારોનો સપ્લાય કરવો, દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને મુંબઈ પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરીને આ ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ ગેંગ પર જેમ જેમ સરકાર અને એજન્સીનો સકંજો વધતો જાય છે તેમ તેમ તેનું વિસ્તરણ પણ થતું જાય છે. આ ગેંગની ખાસિયત એ છે કે, આરોપીને તેના જ ઘરમાં ઘૂસીને મારવા. સિદ્ધુ મુસાવાલાની હત્યા કર્યા પછી આ ગેંગ પ્રકાશમાં આવી હતી.
આ ગેંગની અન્ય એક વાત કરીએ તો તેના બધા જ સાગરિતો માત્ર 18 વર્ષથી 25 વર્ષના જ યુવાનો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને પંજાબમાં તો તેનો દબદબો હતો જ પરંતુ હવે મુંબઇ તરફ પણ નજર દોડાવી છે. કેનેડા હોય કે અમેરિકા, પોર્ટુગલ હોય કે અઝરબૈજાન આ ગેંગના સભ્યો દરેક દેશમાં મોજુદ છે અને લોરેન્સના ઇશારે કોઇનું પણ ઢીમ ઢાળી દેવામાં તેઓ અચકાંતા નથી. દાઉદ ઇબ્રાહીમ અને તેની ગેંગના લોકોએ ઉત્તર પ્રદેશના આઝમગઢથી શુટર્સ બોલાવવા પડતાં હતાં પરંતુ લોરેન્સ ગેંગના શાર્પ શુટર્સ જ્યાં શિકાર કરવાનો હોય તેની આસપાસના વિસ્તારના જ હોય છે.