વડોદરા : પૂર્વ સાંસદ સાથે અભદ્ર વર્તન અને લાફો મારવાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા પી.ઍસ.આઈ ડી.ઍસ.પટેલ વિરુદ્ધ તપાસનો આદેશ જારી થયા બાદ ઍ.સી.પી. ઍ.બી. રાજગોરે તપાસ હાથ ધરી હતી.
જેમાં પી.ઍસ.આઈ. ડી. ઍસ.પટેલ તથા અન્ય પોલીસ કર્મીઓ અને નાગરિકોના નિવેદન લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ નું નિવેદન લેવાનું બાકી છે અને તેઓ નું નિવેદન લેવામાં આવ્યા બાદ લાફા પ્રકરણ અંગેનો તપાસ અહેવાલ નવા પોલીસ કમિશનર સમશેરસીંગને સુપ્રત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું .
ગત તારીખ ૩૦મીના રોજ પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ ના બહેન કારમાં કુતરાને લઇને નીકળ્યા હતા. અને બગીખાના પાસે પોલીસ ચેકિંગ હોય કારના મહિલા ચાલકને આંતરી લેવામાં આવ્યા હતા મહિલાનું માસ્કના નાક થી નીચે હોવાથી રૂપિયા ૧૦૦૦નો દંડ ભરવાનું કહેવામાં આવતા વિવાદ થયો હતો.
મહિલાઍ પોતાના ભાઈ અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ ને બોલાવી લીધા હતા. બહેનનો સંદેશો મળતા સત્યજીત ગાયકવાડ બગીખાના પાસે દોડી આવ્યા હતા. ફરજ પર તૈનાત પી.ઍસ.આઇ. ડી. ઍસ. પટેલ અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ વચ્ચે દંડ ભરવાના મુદ્દે ચકમક થઈ હતી ત્યાર બાદ રોષે ભરાયેલા પી.ઍસ.આઇ ડી ઍસ પટેલે પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
પૂર્વ સાંસદ પર પીઍસઆઇઍ હાથ ઉગામ્યો હતો . ઍટલું જ નહીં પૂર્વ સાંસદ ઘરે જતા પહેલા પી. ઍસ આઈ ડી .ઍસ.પટેલ તેમના ઘરે પહોંચી ગયા હતા. પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ખોટા કેસમાં ફસાવી દઈ વોન્ટેડ જાહેર કરવાની ધમકી ઉચ્ચારી હતી.
તાત્કાલિન પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ સમગ્ર શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેના આધારે તાત્કાલિન પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે તપાસનો આદેશ જારી કર્યો હતો અને ઍસ.પી રાજગોર ને તપાસ સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તપાસ અધિકારીઍ પીઍસઆઈ પટેલનું નિવેદન લીધું હતું.
પણ પીઍસઆઈઍ ઘટનાને ફેરવી તોળીને રજુ કરવાની કોશિષ કરી છે અને આ પીઍસઆઈને બચાવવાના પ્રયત્નો પણ ચાલી રહયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે નવા પોલીસ કમિશનર શમશેરસિંહ નિષ્પક્ષ ન્યાય અપાવી શકશે કે કેમ ? તે ઍક સવાલ લોકોમાં ચર્ચાઈ રહયો છે.