લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
ધણી જગ્યાએ એવી અફવાઓ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત આવી શકે છે. જેને કારણે ઘણા પેટ્રોલ પંપ પર લોકોએ વાહનો સાથે કેરબા લઈને પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પહોંચી ગયા હતા. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાન-ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચાર વચ્ચે ભારતમાં પણ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં લોકો પેટ્રોલ પંપ પર મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ ખરીદતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો વાહન સિવાય કેન અને ડ્રમ લઈને ઈંધણ ભરાવવા પહોંચતા જોવા મળે છે, જ્યારે કેટલાક વીડિયોમાં તો લોકો પાણીની મોટી ટાંકીમાં પણ ડીઝલ ભરાવતા દેખાય છે. આ પ્રકારના વીડિયોથી લોકોમાં ગભરાટનું વાતાવરણ ઉભું થયું છે અને ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે શું ખરેખર પેટ્રોલ-ડીઝલની અછત આવવાની છે અને સામાન્ય વ્યક્તિ એક સમયે કેટલું ઈંધણ ખરીદી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈ અછતની સ્થિતિ નથી. જોકે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે લોકો સ્ટોક કરવા દોડી રહ્યા છે. નિયમો અનુસાર સામાન્ય વ્યક્તિ પોતાના વાહનની ટાંકીની ક્ષમતા મુજબ જેટલું પેટ્રોલ અથવા ડીઝલ ભરાવી શકે છે. એટલે કે કાર, બાઈક અથવા અન્ય વાહનમાં ઈંધણ ભરાવા માટે કોઈ ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
પરંતુ જો કોઈ વ્યક્તિ પેટ્રોલ કે ડીઝલને કન્ટેનરમાં ભરીને ઘરે રાખવા માંગે છે, તો તેના માટે કડક નિયમો લાગુ પડે છે.
પેટ્રોલિયમ નિયમો 2002 મુજબ સામાન્ય વ્યક્તિ લાયસન્સ વિના ઘરમાં વધુમાં વધુ 30 લિટર પેટ્રોલ અથવા ડીઝલ જ રાખી શકે છે. આ ઈંધણને સલામત અને મજબૂત કન્ટેનરમાં જ સ્ટોર કરવું જરૂરી છે. સામાન્ય રીતે ધાતુ અથવા ખાસ પ્રકારના મજબૂત પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. અકસ્માતોનું જોખમ ટાળવા માટે કન્ટેનર સારી રીતે બંધ રાખવું અને રિફ્યુઅલ કરતી વખતે અંદર થોડી ખાલી જગ્યા રાખવી જરૂરી માનવામાં આવે છે, જેથી દબાણ ન વધે.
જો કોઈ વ્યક્તિ ઘરમાં 30 લિટરથી વધુ પેટ્રોલ અથવા ડીઝલ સંગ્રહ કરવા માંગે છે, તો તેને સ્થાનિક પેટ્રોલિયમ ઓથોરિટી અથવા જિલ્લા સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવી પડે છે. તેની માટે લાઇસન્સ મેળવવું જરૂરી છે અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર અરજી કરવી પડે છે.
પેટ્રોલિયમ એક્ટ 1934 અને પેટ્રોલિયમ રૂલ્સ 2002 મુજબ જો કોઈ વ્યક્તિ નિર્ધારિત મર્યાદાથી વધુ ઈંધણ લાયસન્સ વિના રાખતો પકડાય છે, તો તેના સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
નિષ્ણાતો અને અધિકારીઓ લોકો પાસે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ ખરીદવાની અપીલ કરી રહ્યા છે. હાલ દેશમાં ઈંધણ પુરવઠો સામાન્ય છે અને ગભરાટમાં મોટી માત્રામાં સ્ટોક કરવાની જરૂર નથી.