ગણદેવીમાં કોરોનાના ( CORONA) દર્દીઓને સારવાર આપતી દમણીયા હોસ્પિટલમાં માંગણી મુજબ અને જરૂરિયાત અનુસાર જિલ્લા વહીવટીતંત્ર રેમડેસિવિર ઇન્જેક્શન ( REMDESIVIR INJECTION )...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ રવિવારે એટલે કે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (radio program mann ki...
લખનૌના મોહનલાલગંજના સાંસદ કૌશલ કિશોર ( kaushal kishor) ના મોટાભાઇ મહાવીર પ્રસાદ (85) નું શનિવારે મોડી રાત્રે કોરોના ( corona) થી નિધન...
નવસારી શહેરમાં શાકભાજી અને ફ્રુટ વિક્રેતાઓ એક જ જગ્યાએ બેસી ધંધો કરતા કોરોના બોમ્બ ( corona bomb) જેવા છે. આરોગ્ય વિભાગ તમામ...
Surat : કોરોનાની ( corona ) મહામારીને પગલે સમગ્ર ગુજરાતના લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તેવામાં સુરતથી ધવલ અકબરી ( dhaval...
ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. દરરોજ પરિસ્થિતિ ભયાનક બની રહી છે. દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યોમાં તબીબી ઓક્સિજન, પલંગ, દવાઓના...
ભારતીય હવાઇ દળ પ્રવાહી ઓક્સિજનના સંગ્રહ માટે ચાર ક્રાયોજેનિક કન્ટેઇનરો આજે સિંગાપોરથી ઉઠાવી લાવ્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સિંગાપોરથી આ કન્ટેઇનરો...
મહારાષ્ટના વિદર્ભ પ્રદેશના યવતમાલ જિલ્લામાં દારૂની તલપ લાગતા અને દારૂ નહીં મળતા આઠ દારૂડિયાઓ સેનેટાઇઝર પી ગયા હતા જેમાંથી સાત જણા સારવાર...
દેશની રાજધાની દિલ્હીમાં ઑક્સિજનની કટોકટી ઘેરી બની છે. ઑક્સિજન કટોકટીના પાંચમા દિવસે હૉસ્પિટલો ઑક્સિજન માટે વલખાં મારી રહી છે. સર ગંગા રામ...
અમેરિકાનું બાઇડન પ્રશાસન અમેરિકાના શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ, સાંસદો અને પીઢ ભારતીય-અમેરિકનો તરફથી ભારતને એસ્ટ્રાઝેનેકા તથા અન્ય કોવિડ-૧૯ રસીઓની સાથે અન્ય ઘણો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એ સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી કે કોઇ પણ રીતે કોરોના મહામારીને ગામોમાં ફેલાતી અટકાવવાની છે. તેમણે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા સ્થિત ડેઝિગ્નેટેટ હોસ્પિટલ ખાતે ૨૮૦ PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવ્યો હતો.ઓક્સિજન પ્લાન્ટ...
પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની રાજય સરકારે સૂચનાઓ...
સુરત: સુરત શહેરમાં કોરોનાની કથળતી પરસ્થિતિ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના 100 જેટલા બેડ ખાલી હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં વેઇટિંગમાં નામ...
અમરેલી (Amreli) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની...
સુરત: (Surat) કોરોનામાં સુરતની વિકટ બનતી જતી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ સુરતમાં તૈનાત છે. હાલમાં શહેરમાં કોવિડ સ્પેશિયલ ઓફિસર...
અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાત અને ભરૂચ જિલ્લામાંમાં (Bharuch District) કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી પરપ્રાંતિયો હવે વતનમાં ઉચાળા ભરવા લાગ્યા છે. દક્ષિણ...
નવી દિલ્હી: (Delhi) ઓક્સિજનની આપૂર્તિ વધારવાના ઉપાયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોવિડ વેક્સીન, ઓક્સિજન (Oxygen) અને ઓક્સિજન...
સૌ પ્રથમ, તમારે જાણવું જોઈએ કે કઈ હોસ્પિટલમાં કેશલેસ ક્લેમ ( CASHLESS CLAIM) ઉપલબ્ધ છે. આરોગ્ય વીમા ( HEALTH INSUARANCE) ની ઓફર...
ગુજરાતમાં હાલ કોરોના ( CORONA) એ અજગરી ભરડો લીધો છે . દિવસે દિવસે રાજ્યમાં કોરોના વાયરસના કેસ (Gujarat Corona Cases) અટકવાનું નામ...
સુરતઃ (Surat) શહેરમાં વેક્સિનેશનની (Vaccination) કામગીરી જોરશોરથી થઈ રહી છે. હવે પહેલી મેંથી 18 થી ઉપરનાને પણ વેક્સિન આપવાની શરૂઆત થઈ જશે....
કોરોના ( CORONA) રોગચાળાના પ્રથમ તરંગ દરમિયાન ગોરખપુર વિભાગના 10348 યુવાનોને ઘરે બેઠા રોજગાર મળ્યો હતો. ખાસ વાત એ છે કે ઓનલાઇન...
સુરત: (Surat) સામાન્ય રીતે સિનિયર સિટિઝનને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવેતો પરિવારજનો વાયરસની આક્રમકતાને લીધે ચિંતામાં મુકાતા હોય છે. પરંતુ મક્કમ મનોબળ હોયતો...
સુરત: (Surat) લિંબાયતમાં રહેતા એક શ્રમજીવી પરિવારનો આઠ વર્ષીય ભત્રીજા અને તેના કાકાને લિંબાયત પોલીસના (Police) જવાનોએ રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ મથક...
કોર્ટની એક ટિપ્પણીથી અંદાજ લગાવી શકાય છે કે કોરોના ( CORONA) દર્દીઓ માટે ઓક્સિજનના ( OXYZEN) અભાવથી દિલ્હી હાઈકોર્ટ કેટલી ગુસ્સે છે....
સુરત: (Surat) શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police station) ગઈકાલે એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) બાબતે ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદ...
સુરત: (Surat) દેશભરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હોવાથી મૃતાંક પણ વઘ્યો છે. જે...
કોલ સેન્ટર ( CALL CENTER) કોલ કર્યા પછી 24 કલાક સુધી એમ્બ્યુલન્સ ( AMBULANCE) આવી ન હતી. મજબૂરીમાં સોસાયટીના રહીશોએ પી.પી.ઇ કીટ...
સુરત: સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો માટે બહારથી આવતા લોકો પણ જવાબદાર હોવાથી સૌરાષ્ટ્રથી આવતી બસોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે....
સીબીઆઈ ( cbi) એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( anil deshmukh) વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત અન્ય ઘણા અજાણ્યા...
APK ફાઈલ અને સ્ક્રીન શેરિંગથી એકાઉન્ટ હેકનો કિસ્સો, ભેજાબાજોએ FD તોડી નાખ્યા બાદ ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
વડોદરા, તા. 12
શહેરના સુસેન-તરસાલી રિંગ રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ કરાઈ છે. બીઓબી લાઈફ સર્ટિફિકેટ અપડેટ કરવાની પ્રક્રિયા દરમિયાન ઠગોએ વિડિયો કોલ દ્વારા સ્ક્રીન શેરિંગ કરાવી અને APK ફાઈલ ડાઉનલોડ કરાવી તેમના બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં નિવૃત્ત મેનેજરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સુસેન તરસાલી રિંગ રોડ ઉપર આવેલી મહાવીર પાર્ક સોસાયટીમાં પરેશ નરહરિપ્રસાદ પંડયા (ઉ.વ. 65) વર્ષ 2020માં બેંક ઓફ બરોડામાંથી સિનિયર મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા. તા. 8 નવેમ્બર 2025ના રોજ તેમણે બેંક ઓફ બરોડાની વેબસાઈટ પર પેન્શનર લાઈફ સર્ટિફિકેટ માટે ઓનલાઈન માહિતી અપલોડ કરી હતી.
આ પ્રક્રિયા કર્યાના બાદ થોડા જ સમયમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશન માટે વોટ્સએપ પર વિડિયો કોલ આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા નંબર પરથી વિડિયો કોલ કરીને સ્ક્રીન શેર કરવા જણાવાયું હતું.
સ્ક્રીન શેરિંગ દરમિયાન “BOB Life Certificate Update.apk” નામની ફાઈલ ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને અંદાજે 38 મિનિટ સુધી સ્ક્રીન શેર ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન ઠગોએ નિવૃત બેંક કર્મચારીના
બેંક ખાતામાં સેવિંગ અને સેલરી બંને એકાઉન્ટમાંથી રૂપિયા 5-5 લાખ મળી રૂ.10 લાખ “Slice Small Finance Bank” ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જેમાં એક ટ્રાન્ઝેક્શન માટે FD પણ તોડી નાખીને કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વૃદ્ધે તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા તેમજ જીમેલ પાસવર્ડ બદલ્યો હતો. ઉપરાંત અજાણ્યા ડિવાઈસમાંથી લોગ આઉટ કરીને ડેબિટ કાર્ડ, GPay અને નેટ બેંકિંગ જેવી ડિજીટલ સેવાઓ બંધ કરાવી હતી.
આ બનાવ અંગે વૃદ્ધે મોબાઈલ નંબરના ઉપયોગ કરનાર, APK ફાઈલ બનાવનાર અને પૈસા ટ્રાન્સફર કરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.