Latest News

More Posts

અકસ્માત કર્યાં બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો
પ્રતિનિધિ વડોદરા તા.23
નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ જતા રોડ પર ગોલ્ડન ચોકડી બ્રિજ ચઢતા પહેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેથી યુવકે રોડ પર પટકાયો હતો જેમાં તેને હાથ પગ તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યાં હતા. હરણી પોલીસે અકસ્માત કર્યાં બાદ ફરાર થઇ ગયેલાવાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતના બનાવોમાં લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે વધુ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગૌતમકુમાર (ઉ.વ.40)ની બાઇકને નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર કમ્ફર્ટ હોટલની સામે ગોલ્ડન બ્રીજ ચઢતા પહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે ગૌતમકુમાર નામનો યુવક સ્થળ પટકાયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ અકસ્માત કરનાર વાહન ચાલક ઉપરથી ભાગી ગયો હતા. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે યુવકને પગે, હાથે તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એસએસજી હોસ્પીટલના તબીબો દ્વારા મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી હરણી પોલીસ દ્વારા અકસ્માત કરી ફરાર થઇ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top