માંગરોળના વાંકલ ગામના વેરાવી ફળિયાના લોકો દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનમાં નકલી ચોખા મળતા હોવાની ફરિયાદને લઇ માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી વાંકલ...
નિઝરના સાયલા ગામની સીમમાંથી પસાર થતા નિઝર-ઉચ્છલ હાઇવે પર ગુરુવારે સવારે ગેસના બાટલા ભરેલો એક ટેમ્પો પલટી ગયો હતો. ઉચ્છલ-નિઝર હાઇવે પર...
ભરૂચના મહાવીરનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થોડા સમય પહેલાં એક મુસ્લિમ પરિવાર વસવાટ કરતો હતો. 32 વર્ષીય પરિણીતા નજમા રિફાકતઅલી સૈયદ સૂઈ ગઈ હોવાથી...
સાપુતારા : પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારા (Saputara)માં પ્રવાસીઓ (Visitors)ની સુરક્ષા (safety) માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગની ટીમ (Police team) સજ્જ...
સેલવાસ : સેલવાસ (selvas)ના ડોકમરડી આહીર ફળિયામાં સુએઝ લાઈન (suez line)ની સફાઈ કરવા અંદર ઉતારેલા 3 કામદારો (Worker)ના શ્વાસ ઘૂંટાતા મોત (death)...
ચીનને દબડાવવાનો પ્રયાસ કરનારાએ 140 કરોડ લોકોની પોલાદી દીવાલનો સામનો કરવો પડશે, એનું માથું ભાંગી જશે અને લોહિયાળ સંજોગોનો સામનો કરવો પડશે:...
ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંદર્ભે ચાલી રહેલી સુનાવણીમાં આજે રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને કરાયેલા આગોતરા આયોજન અંગે હાઇકોર્ટમાં સોગંદનામું...
બુધવારે વિસાવદરની ઘટનામાં આપના મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી પર થયેલા હુમલાની ઘટના બાદ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. અમદાવાદમાં વિવિધ સમારંભો દરમ્યાન...
ગાંધીનગર: (Gandhinagar) વિસાવદરના લેરિયા ગામે બુધવારે આપની રેલી પસાર થઈ રહી તે દરમ્યાન સુરતના આપના (AAP) નેતા મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી...
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા દિન-પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે જેના પગલે મધ્યમ અને...
વિમ્બલડન : વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ (Wimbledon grand slam) ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની (Indian) સાનિયા મિર્ઝા (sania mirza)એ મહિલા ડબલ્સ (women doubles)માં વિજયી શરૂઆત (Starting...
રાજ્યમાં કોરોનાના નવા વધુ 84 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જેમાં અમદાવાદ મનપા- ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવની હોટલ-રેસ્ટોરન્ટ (Hotel Restaurant) અને રીસોર્ટને 50 ટકાની બેસવાની ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી પ્રશાસને આપી છે. જેને...
સુરત: (Surat) સુરતનું હરિપુરા ગામ (Haripura Village) અફઘાનિસ્તાનના રાજદૂતની (Ambassador of Afghanistan) ટ્વીટ બાદ ખૂબજ પ્રચલિત થઈ રહ્યું છે. આ ટ્વીટ (Tweet)...
ઝાયડસ કેડિલા (Zydus cadila)એ તેની કોરોના રસી ઝાયકોવ-ડી (Zycov-d)ના તાત્કાલિક ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની મંજૂરી માંગી છે. આ...
પીએમ નરેન્દ્ર મોદી (Pm modi)એ ગુરુવારે ડોક્ટર ડે (doctors day) નિમિત્તે દેશના તબીબોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશના ડોકટરોએ કોરોના (corona)...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ-દીવમાં કોવિડ-19 નું રસીકરણ (Vaccination) કાર્ય 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 3,86,120 લોકોને નિઃશૂલ્ક રસી...
નવી દિલ્હી : અમેરિકન છોકરો અભિમન્યુ મિશ્રા (Abhimanyu mishra) જે ભારતનો છે, ચેસ ઇતિહાસ (Chess history)માં સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર (Youngest grand master)...
વિમ્બલડન: સ્ટાર ટેનિસ ખેલાડી (star tennis player) સેરેના વિલિયમ્સ (Serena Williams) બેલારસની એલેક્ઝાન્ડ્રા સેસનોવિચ સામેની મંગળવારની પહેલા રાઉન્ડની મેચમાં જમણા પગમાં ઇજા...
એપી: ઉત્તર કોરિયા (Northern Korea)માં પણ કોરોના (corona) મહામારી (Epidemic) ફાટી નીકળેલી જણાય છે અને તે એવી કે એનાથી પહોંચી ન વળાય...
સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બાબતે એક મિત્રએ (Friend) પોતાના ખાસ મિત્રની ગળું કાપી હત્યા (Murder) કરી નાંખતા સમગ્ર...
સુરત: (Surat) કોરોનાકાળમાં વેપાર ગુમાવનારા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના 4000થી વધુ ટૂર ઓપરેટર્સ (Tours Operators) સરકારની ટ્રાવેલ્સ એજન્ટ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમની...
કોવિશીલ્ડ ( covishield ) અને કોવેક્સીનને ( covaxin) મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી...
મહાઆપત્તિકાળ સમો ‘કાળમુખો – કાળ’ આજે નહીં તો કાલે જરૂર પૂરો થશે જ. અંધકાર પર પ્રકાશના વિજયરૂપ એક નવો સૂર્યોદય થશે. પરંતુ...
ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં નાઓમી ઓસાકાએ પહેલી જ ગેમમાં રોમાનિઆની પેટ્રિસિયા મારિયાને સીધા સેટમાં હરાવી દીધી. ટુર્નામેન્ટની પરંપરા મુજબ મેચ પત્યા બાદ...
દરેક માનવીના જીવનમાં જીભ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં અમૃત છે તેમ વિષ પણ છે. પોતાની જીભ વડે માનવી ઊંચે આવી શકે...
છેલ્લાં સાત વર્ષમાં મજૂરો, કામદારો, ગરીબી રેખા નીચે જીવનારાં લોકોમાંથી કેટલાની હાલતમાં સુધારો થયો? શિક્ષણ, આરોગ્ય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો? સુધારો...
અત્યારના શાસકો બીજા કોઇ રાજકીય પક્ષને સાંખી શકતા નથી. કેન્દ્ર સરકારે કોંગ્રેસને નામશેષ કરવા અનેક ખેલો કર્યા. અત્યારે ગુજરાતમાં ‘આપ’નો પ્રભાવ સ્પષ્ટપણે...
‘અમે ૧૯૭૦ માં મળ્યા ત્યારે તેમણે તરત જ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેમણે મને જરૂરી સૂચનો આપ્યાં. તેમની આ ઉમદા માનવીય ચેષ્ટા...
ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું ( ARVIND RATHOD) 80 વર્ષની ઉંમરે ગુરુવારે (1 જુલાઈ) નિધન થયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી...
ગોવાના આરાપોરા વિસ્તારમાં આવેલ બિર્ચ બાઈ રોમિયો લેન નાઇટ ક્લબમાં ગઈ કાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી. આ ઘટનામાં કુલ 23 લોકોના મોત થયા છે. જેમાં 3 મહિલાઓ અને 20 પુરુષો સામેલ છે.
પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ક્લબના કર્મચારીઓ અને કિચન સ્ટાફ હતા. ઉપરાંત 3 થી 4 પ્રવાસીઓના મૃત્યુની પણ ખાતરી થઈ છે.
આ આગ ગઈ કાલે શનિવારે રાત્રે લગભગ 11 થી 12 વાગ્યેની વચ્ચે લાગી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા લોકો ભાગી બહાર પણ નીકળી શક્યા નહીં.
સ્થાનિક લોકોએ શું કહ્યું?
ક્લબના સુરક્ષા ગાર્ડ સંજય કુમાર ગુપ્તા અનુસાર “આગ 11થી 12 વાગ્યાની વચ્ચે લાગી હતી. હું ગેટ પર હતો. અંદર DJ અને ડાન્સર્સ આવવાના હતા એટલે મોટી ભીડ થવાની હતી. અચાનક આગ લાગી ગઈ અને ધુમાડો ફેલાયો.”
ઉપરાંત બીજા નજીકના એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે “અમને પહેલા જોરદાર ધડાકો સાંભળ્યો, પછી ખબર પડી કે સિલિન્ડર ફાટ્યું છે.”
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું “હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક મને ધડાકો સાંભળ્યો. થોડા જ સમયમાં એમ્બ્યુલન્સો આવવા લાગી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી.”
ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોનું નિવેદન
ધારાસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું કે “મોટાભાગના લોકોના મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. લોકો ગભરાઈને બેઝમેન્ટ તરફ દોડી ગયા હતા જ્યાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું.” તેમણે જણાવ્યું કે મૃતકોમાં પ્રવાસીઓ પણ છે પરંતુ મુખ્યત્વે સ્થાનિક સ્ટાફનો સમાવેશ થાય છે.
ગોવાના મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો
ગોવાના મુખ્યમંત્રીએ આ ઘટનાને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને આંચકો આપનાર” ગણાવી.
તેમણે જણાવ્યું કે “આ દુર્ઘટના ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સુરક્ષા નિયમોના ભંગને કારણે થઈ છે સરકાર આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ કરાવશે દોષિતોને છોડીશું નહીં અને એમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થશે.”
CMએ વધુમાં ખાતરી આપી કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે રાજ્યના તમામ નાઇટ ક્લબોની સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવશે.