વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં પહોંચ્યા હતા. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ વખતે તેઓ એકદમ અલગ અંદાજમાં મળ્યા...
દાહોદ શહેરમાં ફોરવીલર ગાડીની ચોરી કરનાર બે યુવકો ઝડપાયા, એક વોન્ટેડ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટી માંથી થોડા દિવસ...
દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે એક તળાવમાં ન્હાવા પડેલા એક સાત વર્ષિય અને અન્ય એક ૧૨ વર્ષિય બે...
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ અયોધ્યા એલર્ટ મોડ પર આવી ગયું છે. રામ મંદિરમાં દેખરેખ વધારી દેવામાં...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપના પહેલાં રાઉન્ડની છેલ્લી મેચ શનિવારે ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચે રમાવાની છે. આ મેચ અંગે મોટું અપડેટ આવ્યું...
અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એન. ચંદ્રાબાબુ નાયડુ પરિવાર સહિત તિરુપતિમાં વેંકેટેશ્વર સ્વામીના દર્શન માટે પહોંચ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ ચંદ્રાબાબુએ...
ઇટાલી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ દરમિયાન અપુલિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ મેક્રોને...
મધ્ય પ્રદેશ: ઉજ્જૈન પોલીસે (Ujjain Police) આજે 14 જૂનના રોજ મધ્યપ્રદેશના ઈતિહાસના સૌથી મોટા સટ્ટાબાજી કૌભાંડનો (Betting Scam) પર્દાફાશ કર્યો હતો. જેમાં...
હદ કરી નાખી વાલીઓએ પણ વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે આંદોલનમાં જોડાવું પડ્યું : કાળઝાળ ગરમીમાં વાલીઓ વિદ્યાર્થીઓ આકરા તાપમાં શેકાયા, રજૂઆત સાંભળવા...
ઇટલી: ઇટલી (Italy) આ વર્ષે 2024માં G-7 સમીટની (G-7 Summit) યજમાની કરી રહ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના...
અમદાવાદ: રાજ્યમાં આગજનીની ઘટનાઓ બંધ થવાનું નામ લઈ રહી નથી. આજે તા. 14 જુનના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી...
નવી દિલ્હી: ભારતીય સેનાને સ્વદેશી આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1ની પ્રથમ બેચ મળી છે. આ બેચમાં 120 ડ્રોન છે. આ ડ્રોન દુશ્મનોના બંકરો, ચોકીઓ,...
વડોદરા મહાનગર પાલિકાના મેયર, ડે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પાલિકાના અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગર પાલિકાને મુખ્ય મંત્રી દ્વારા...
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલવાની છે. જે 508 કિમીનું સફર પૂર્ણ કરવા માટે 2 કલાક 7 મિનિટનો સમય...
પ્રતિનિધિ વડોદરા તા.14વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.5 કરોડના હજારો લિટર દારૂ-બિયરના ટિન પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં...
નવી દિલ્હી: NEET પરીક્ષામાં (NEET Exam) ગેરરીતીના આરોપો સાથે ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આ અરજીની સુનાવણી ગઇકાલે ગુરુવારે...
દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાંદારૂ પર બુલડોઝર ફેરવાયું : ઝોન 4માં આવતા ચાર પોલીસ મથકોમાં વર્ષ 2019 થી વર્ષ 2024 અત્યાર...
નવી દિલ્હી: કુવૈત અગ્નિકાંડમાં (Kuwait fire) મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને (Dead Bodies) આજે 14 જૂનના રોજ ભારત (India) લાવવામાં આવ્યા હતા....
સુરત: છેલ્લાં ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં હજુ ચોમાસું બેઠું હોય તેવું લાગતું...
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં યુટ્યુબ ચેનલ (YouTube channel) દ્વારા બાળકો વિશે વાંધાજનક વીડિયો શેર કરનાર યુટ્યુબર શિખા મૈત્રેય ઉર્ફે કુંવારી...
જમ્મુમાં આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ભારત આ હુમલાના જવાબમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લશ્કર મોકલીને તેના...
દર વર્ષની 14મી જૂન રોજ ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસે જે વ્યક્તિઓને 50 કે 100 થી વધુવાર રક્તદાન કર્યુ છે તેઓના આભાર માનવાનો...
યુ એ ઇ ના અબુધાબીમાં બીયર બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ઇસ્લામમાં દારૂ પીવા પર સખત પાબંધી છે તેમ છતાં યુ...
છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ રાજ્યમાં સત્તા પર છે. ગુજરાત ભાજપનો ગઢ અને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા છે.એમાં પણ છેલ્લી બે લોકસભામાં ૨૬/૨૬ બેઠકો...
એક શેઠ ખૂબ જ શ્રીમંત. સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી ધન દોલત.શેઠ બાહોશ વેપારી અને સતત વેપાર વધારતા જ જતા હતા.જીવનમાં...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) શાળા શિક્ષણ વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓમાં સવારે રાષ્ટ્રગાન ફરજિયાત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. બુધવારે જારી કરાયેલા...
ભારતમાં નવી સરકારનું ગઠન થઇ ગયું છે. એન ડી એ ની સરકાર બની છે અને વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી...
“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા...
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વખત સરકાર રચાઇ છે. મોદીએ હાલમાં પોતાના મંત્રીમંડળમાં ૭૧ મંત્રીઓને શામેલ કર્યા છે. આ મંત્રીઓ અંગે...
વાડી સ્વામીનારાયણ મંદિરના બળાત્કારી સ્વામીનો પોલીસને હજુ કઇ પતો મળ્યો નથી મંદિરે વર્ષોથી દર્શન માટે આવતા 17જેટલા ભક્તોના નિવેદનો લેવાયાં (પ્રતિનિધિ) વડોદરા...
એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, “હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે તેનું નિરાકરણ કરો.”શ્રીકૃષ્ણે કહ્યું, “સારું ,મને તારી ફરિયાદો કહે.નિરાકરણ કરવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ.” કર્ણે ફરિયાદો શરૂ કરી, “હે વાસુદેવ,મારી માતાએ જન્મ થતાં જ મારો ત્યાગ કર્યો.મને અવૈધ બાળકનું બિરુદ મળ્યું તેમાં મારો શું વાંક હતો? ગુરુ દ્રોણાચાર્યે મને સુતપુત્ર કહી વિદ્યા આપવાની ના પડી તેમાં શું મારો દોષ હતો….દ્રૌપદી સ્વયંવરમાં ભરી સભામાં દ્રૌપદીએ મને સૂત પુત્રને નહિ પરણું કહી મારું અપમાન કર્યું તેમાં મારો શું વાંક હતો….દેવ પુત્ર હોવા છતાં આટલાં અપમાન મારે સહન કરવા પડ્યા શું કામ? મારી શું ભૂલ?”
શ્રીકૃષ્ણ મંદ મંદ હસ્યા, પછી બોલ્યા, “સૂર્યપુત્ર કર્ણ, મારા તો જન્મ પહેલાં મારું મોત મારી રાહ જોતું હતું..જયારે મારો જન્મ થયો તે રાતે જ મારે મારાં માતા-પિતાથી જુદાં થવું પડ્યું …..ગોકુલ ગામમાં ઉછેર થયો ..ગોવાળ બની ગયો ચરાવી અને તેમનાં છાણ પણ ઉપાડ્યાં….હું ઘુંટણિયા કરતો હતો ત્યારથી મારી પર રાક્ષસોના હુમલા શરૂ થયા.મારી પાસે ન સેના હતી …ન શિક્ષણ ..ન ગુરુ …ન ગુરુકુળ …ન મહેલ તો પણ કંસમામાએ મને શત્રુ માન્યો…છેક સોળ વર્ષે મને સાંદિપની ગુરુ મળ્યા અને શિક્ષણ શરૂ થયું……રણછોડદનું બિરુદ મળ્યું ….મથુરાથી ભાગીને છેક દ્વારકામાં વસવું પડ્યું…….બોલ, આમાં મારી કઈ ભૂલ? પણ મેં ફરિયાદ નથી કરી.” શ્રીકૃષ્ણ કર્ણની પાસે જઈ તેના ખભે હાથ રાખી બોલ્યા, “ભાઈ, તું દેવપુત્ર અને હું તો પરમાત્માનો અવતાર છતાં જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ ..એક વાત સમજી લે, અહીં કોઈનું પણ જીવન મુશ્કેલીઓ વિનાનું હોતું નથી.બધાના જીવનમાં બધું જ બરાબર નથી હોતું…
એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલી વાર આપણી સાથે અન્યાય થયો …કેટલી વાર આપણું અપમાન થયું…અને કેટલી વાર આપણો હક છીનવી લેવામાં આવ્યો….ફરક એ વાતનો પડે છે કે આ બધા જ અન્યાય ..અપમાનનો સામનો આપણે કઈ રીતે અને કેવાં કર્મોથી કરીએ છીએ… સારાં કર્મો કરતાં રહેવાથી ધીમે ધીમે મુશ્કેલીઓ દૂર થાય છે અને જે કંઈ આપણી સાથે થાય છે તે આપણાં જ કર્મોનું પરિણામ છે તે સમજી લઈએ.સાચું કર્મજ્ઞાન હોય તો જીવન મોજ જ મોજ છે, બાકી સમસ્યા તો બધાના જીવનમાં રોજે રોજ હોય જ છે.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.