કુવૈતના મંગાફ શહેરમાં છ માળની ઈમારતમાં લાગેલી આગના કારણે મોટી સંખ્યામાં ભારતીય મજૂરોનાં મોત થયાં એ ચિંતાજનક છે એટલું જ નહીં, આ...
નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચ – વડોદરા ટ્રેક પર થયો ગોઝારો અકસ્માત વડોદરા કરજણ પાસે ભરૂચ વડોદરા ટ્રેક પર વહેલી સવારે...
વરવું સ્વરૂપ પકડી રહેલો વડોદરા શહેર ભાજપનો આંતરિક વિવાદ વડોદરા: વડોદરા શહેર ભાજપમાં બધું ઠીક ચાલી નથી રહ્યું અને અવાર નવાર તણખા...
સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચકચારી બનાવ બન્યો છે. અહીં એક પરિવારના આધેડ ઉંમરના ચાર સભ્યોના મૃતદેહ ઘરમાં પડેલા મળી આવ્યા છે. રાતે...
નવી દિલ્હી: સતત ત્રીજી વખત વડાપ્રધાન (Prime Minister) પદનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી ઈટલીમાં આયોજિત G-7 સમિટમાં (G7 Summit) ભાગ લેવા...
એક દિવસ એક કોલેજમાં ભણતા દીકરાએ પોતાના પપ્પાને કહ્યું, ‘પપ્પા, મારી કોલેજમાં બધા મોટી મોટી ગાડી લઈને આવે છે. હું એ જ...
આ વખતની લોકસભાની ચૂંટણી અતિ લાંબા તબક્કામાં થતાં સ્વાભાવિક રીતે જ નેતાઓનું ધ્યાન કામકાજ પ્રત્યે ના હોય તે દેખીતું છે. ભારત સતત...
દક્ષિણ આફ્રિકાના તત્કાલીન પ્રમુખ નેલ્સન મંડેલાએ રંગભેદ જેવી અમાનવીય નીતિ વિરુદ્ધ જેહાદ જગાવી વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો હતો. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી...
દરરોજ સવારે લગભગ સાડા આઠ વાગ્યાના સુમારે તાડવાડી ગોરાટ હનુમાન પાસેના ગાર્ડનના ગેટ પર એક સીટી વાગે એટલે સમજી જવાનું કે જયંતી...
માનવી તો નગુણો થયો છે. જરા પણ કદર ન કરી કાર્યની જેને અયોધ્યા માટે શું નથી કર્યું તેની આવી કદર! પહેલે તો...
ઓરિસામાં ભાજપે પહેલી વાર સત્તા મેળવી છે. નવીન પટનાયક ૨૪ વર્ષથી સત્તા પર હતા. હવે ભાજપને ગાદી મળી છે અને ગાદી પર...
નવી દિલ્હી: NEET પેપર લીકને (NEET Paper Leak) લઈને દેશભરમાં વિદ્યાર્થીઓનો (Students) વિરોધ (Opposition) જોવા મળી રહ્યો છે. તેમજ આ મામલો સુપ્રીમ...
લોકસભા ચૂંટણીની મધ્યમાં ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નિવેદન ‘ભાજપ હવે આત્મનિર્ભર છે અને તેને આરએસએસ દ્વારા હાથ પકડવાની જરૂર નથી’ અને...
ભારતમાં વ્હાઈટની ઈન્કમ વધવાને કારણે શેરબજારમાં રોકાણ કરવાનું ચલણ વધી રહ્યું છે અને તેને કારણે સેન્સેક્સ નવી ને નવી ઉંચાઈ લઈ રહ્યા...
વાઘોડિયાના આમોદરની સ્ટાન્ઝા લિવિંગ ઓકલેન્ડ હોસ્ટેલને ફાયર એનઓસીના અભાવે સીલ : વિદ્યાર્થીઓ અટવાયા ફાયર અને વુડાએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી...
આરોપી ગુજરાત વિલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઓર્ગેનાઇઝર પ્રેસિડેન્ટ વડોદરા: ગુજરાત વિલચર ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઓર્ગેનાઇઝર પ્રેસિડેન્ટ થોડા દિવસ પહેલા એનડીપીએસ ના...
વડોદરા ઊંડેરા તળાવની આસ પાસ આવેલા ઝૂપડા પાલિકા ની દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા સ્થાનિકોનુ કેહવુ છે અમે છેલ્લા ૪૫વર્ષ...
વાડી સ્વામીનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં હજુ સ્વામીનો કોઇ પતો લાગ્યો નથી પોલીસે ભોગ બનનાર પીડીતાનું ફર્ધર મેડિકલ પણ કરાવ્યું (પ્રતિનિધિ) વડોદરા તા.14...
વડોદરા વાઘોડિયા રોડ પર પાલિકાની સિલીંગની કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડ બાદ એક્શનમાં આવેલી પાલિકાની સિલીંગ ઝુંબેશ જારી છે, ત્યારે આજરોજ વાઘોડિયા રોડ સ્થિત...
સરકારી જમીનો પર કબજો અને દબાણો મામલે ધારાસભ્યએ લખેલા પત્રને લઈ નવો વળાંક….. કલેકટર બાદ ડો.વિજય શાહે આપેલા નિવેદનથી આંતરિક ડખા ઉજાગર...
સુરત : ચાર મહિના પહેલા રોજગારી માટે બિહારથી આવીને ઉનમાં રહેતી બહેનને ત્યાં આશ્રય મેળવનારે 9 વર્ષની સગી ભાણેજ ઉપર બેથી ત્રણ...
સાપુતારા: ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારનાં રોજ છૂટો છવાયા વરસાદની પધરામણી થઈ હતી. ડાંગ જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ...
ગાંધીનગર: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગેમ ઝોનની જમીનના માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર...
ઘેજ : ચીખલીમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરી ધારાસભ્ય, પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરટીઓના નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે....
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને NEET UG માં વધેલા નોંધણી અને સ્કોર્સ પાછળ ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ...
ખેડા મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી કચેરીની રોજિંદી કામગીરી, નાગરિકોને આપવાના થતા દાખલા, પ્રમાણપત્રો, ઈ–ધરા કેન્દ્રની કાર્યવાહીનું બારીકાઈથી નિરીક્ષણ...
સારસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું નિવેદન કોના માટે ? : અધિકારી, પદાધિકારી કે નેતાઓ માટે ? સારસામાં સહાયના ચેક વિતરમ બાદ મુખ્યમંત્રી સીધા...
એસ.ટી. બસ ડીવાઈન્ડર કુદી રીક્ષામાં ઘુસી જતા 7 મુસાફરો ઈજાગ્રસ્ત(પ્રતિનિધિ) નડિયાદ, તા.14નડિયાદ નજીક એક ભયાવહ અકસ્માત થતા રહી ગયો છે. આ અક્સ્માતમાં...
વિદ્યાનગરમાં બંસરી ઓવરસીસના પ્રોપરાઇટરે વિદેશ વાંચ્છુ સાથે ઠગાઇ આચરી લંડન માટે વર્ક પરમિટ વિઝા આપવાનું કહી ત્રણ વ્યક્તિને છેતર્યાં આણંદ વિદ્યાનગર ખાતે...
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા અનેક આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. અગાઉ પીએમ મોદીએ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિનો તાગ...
એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, “હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે તેનું નિરાકરણ કરો.”શ્રીકૃષ્ણે કહ્યું, “સારું ,મને તારી ફરિયાદો કહે.નિરાકરણ કરવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ.” કર્ણે ફરિયાદો શરૂ કરી, “હે વાસુદેવ,મારી માતાએ જન્મ થતાં જ મારો ત્યાગ કર્યો.મને અવૈધ બાળકનું બિરુદ મળ્યું તેમાં મારો શું વાંક હતો? ગુરુ દ્રોણાચાર્યે મને સુતપુત્ર કહી વિદ્યા આપવાની ના પડી તેમાં શું મારો દોષ હતો….દ્રૌપદી સ્વયંવરમાં ભરી સભામાં દ્રૌપદીએ મને સૂત પુત્રને નહિ પરણું કહી મારું અપમાન કર્યું તેમાં મારો શું વાંક હતો….દેવ પુત્ર હોવા છતાં આટલાં અપમાન મારે સહન કરવા પડ્યા શું કામ? મારી શું ભૂલ?”
શ્રીકૃષ્ણ મંદ મંદ હસ્યા, પછી બોલ્યા, “સૂર્યપુત્ર કર્ણ, મારા તો જન્મ પહેલાં મારું મોત મારી રાહ જોતું હતું..જયારે મારો જન્મ થયો તે રાતે જ મારે મારાં માતા-પિતાથી જુદાં થવું પડ્યું …..ગોકુલ ગામમાં ઉછેર થયો ..ગોવાળ બની ગયો ચરાવી અને તેમનાં છાણ પણ ઉપાડ્યાં….હું ઘુંટણિયા કરતો હતો ત્યારથી મારી પર રાક્ષસોના હુમલા શરૂ થયા.મારી પાસે ન સેના હતી …ન શિક્ષણ ..ન ગુરુ …ન ગુરુકુળ …ન મહેલ તો પણ કંસમામાએ મને શત્રુ માન્યો…છેક સોળ વર્ષે મને સાંદિપની ગુરુ મળ્યા અને શિક્ષણ શરૂ થયું……રણછોડદનું બિરુદ મળ્યું ….મથુરાથી ભાગીને છેક દ્વારકામાં વસવું પડ્યું…….બોલ, આમાં મારી કઈ ભૂલ? પણ મેં ફરિયાદ નથી કરી.” શ્રીકૃષ્ણ કર્ણની પાસે જઈ તેના ખભે હાથ રાખી બોલ્યા, “ભાઈ, તું દેવપુત્ર અને હું તો પરમાત્માનો અવતાર છતાં જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ ..એક વાત સમજી લે, અહીં કોઈનું પણ જીવન મુશ્કેલીઓ વિનાનું હોતું નથી.બધાના જીવનમાં બધું જ બરાબર નથી હોતું…
એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલી વાર આપણી સાથે અન્યાય થયો …કેટલી વાર આપણું અપમાન થયું…અને કેટલી વાર આપણો હક છીનવી લેવામાં આવ્યો….ફરક એ વાતનો પડે છે કે આ બધા જ અન્યાય ..અપમાનનો સામનો આપણે કઈ રીતે અને કેવાં કર્મોથી કરીએ છીએ… સારાં કર્મો કરતાં રહેવાથી ધીમે ધીમે મુશ્કેલીઓ દૂર થાય છે અને જે કંઈ આપણી સાથે થાય છે તે આપણાં જ કર્મોનું પરિણામ છે તે સમજી લઈએ.સાચું કર્મજ્ઞાન હોય તો જીવન મોજ જ મોજ છે, બાકી સમસ્યા તો બધાના જીવનમાં રોજે રોજ હોય જ છે.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.