વિશ્વના પ્રસિદ્ધ ગોલ્ફરોમાંના એક એવા અમેરિકાના ટાઇગર વુડ્સને મંગળવારે લોસ એન્જેલ્સ હાઇવે પર નડેલા એક કાર અકસ્માતમાં પગમાં મલ્ટિપલ ફ્રેકચર થયા હોવાના...
60 વર્ષની ઉપરની વયના દરેકને અને 45 વર્ષની ઉપરના અન્ય બિમારી ધરાવતા લોકોને પહેલી માર્ચથી સરકારી સુવિધાઓમાં મફત અને ઘણી ખાનગી હૉસ્પિટલ્સમાં...
આજથી અહીંના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી પિન્ક બોલ ટેસ્ટમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને વધુ એકવાર...
બિનવ્યૂહાત્મક પીએસયુ (સરકારી સાહસો)ના ખાનગીકરણ માટે પોતાની સૌથી મજબૂત વકાલત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે બિઝનેસ કરવો એ...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 380 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં વધુ...
અમદાવાદ, તા. 24 : ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્માએ આજે અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરવાની સાથે જ પોતાની કેરિયરની...
અમદાવાદ, તા. 24 : ભારતીય ટીમના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે આજથી અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ ઉપાડી...
કોંગ્રેસના (Congress) સમયમાં મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડવામાં આવ્યું હતું. આજે તે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...
બારડોલી: (Bardoli) બારડોલીના સરદાર પટેલ ટાઉન હૉલ ખાતે ચૂંટણી કાર્યમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદર્શ...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ( RAHUL GANDHI) ના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાહુલના ભાજપના દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની...
નવી દિલ્હી (New Delhi): ભારતના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં (Corona Cases) વધારો થતાં દિલ્હી (Delhi) સરકારે જાહેરાત કરી છે કે આગામી...
અભિનેત્રી આલિયા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદારઅવતાર જોવા મળી રહ્યો છે....
નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/ Covid-19) રસીકરણને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે...
આજે શેર બજાર ( STOCK MARKET) માં સાંજના પાંચ વાગ્યા સુધી વેપાર થયો હતો. એનએસઈ ( NSE) ના કારોબારનો બપોરે 3.30 વાગ્યે...
સુરત: (Surat) સુરત મહાપાલિકામાં તમામ 120 બેઠક કબ્જે કરવા માટે ભાજપે આ વખતે મોટી જાહેરાતો કરી પેજ પ્રમુખો પણ બનાવ્યાં પરંતુ ભાજપના...
AHEMDABAD : અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ ( BHAJAP) નો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા...
અંકલેશ્વર: (Ankleshwar) કુલ 1600 ઉદ્યોગો અને તેમાં પણ અતિ જોખમી 88 ઉદ્યોગો ધરાવતો ભરૂચ જિલ્લો હવા પ્રદૂષણ મામલે રાજ્યમાં સુરત બાદ બીજા...
સુરતઃ (Surat) શહેરના અંબિકાનિકેતન સર્કલ પાસે ટ્રાફિકમાં બાઈક આગળ લેવાના મુદ્દે બે અજાણ્યાઓએ પત્ની સાથે જઈ રહેલા મનપાના પાર્કિંગના કોન્ટ્રાક્ટરને (Parking Contractor)...
દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સાંસદ સદગત મોહનભાઇ ડેલકરની (Mohan Delkar) અંતિમયાત્રામાં સેલવાસમાં જાણે હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. સેલવાસમાં...
પ્રખ્યાત પંજાબી ગાયક શાર્દુલ સિકંદરે (Sardool Sikandar) બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર આવતા જ પંજાબમાં (Punjab) શોકનો માહોલ છવાઇ ગયો...
સુરત: (Surat) રત્નકલાકારોના (Diamond Workers) માથેથી વ્યવસાયવેરો રદ્દ કરવા 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે વચન આપ્યું હોવા છતાં તેનું પાલન કરવામાં...
ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ -મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) હસ્તે કરવામાં આવ્યું...
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની કોલેજ ( CHINMYANAND COLLEGE) ની 21 વર્ષીય ચિન્મયાનંદ કોલેજની પરિષરમાંથી એક યુવતી સોમવારે સવારે કેમ્પસમાંથી રહસ્યમય રીતે ગાયબ...
શેરબજારમાં બુધવારે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 144 અંકના વધારા સાથે 49,895.44 પર કારોબાર કરી રહ્યો છે....
ઇંધણના ભાવો દેશમાં બે દિવસના વિરામ પછી આજે ફરી વધ્યાં હતાં ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૯૧ની નજીક પહોંચી ગયો...
અમેરિકાના બિડેન પ્રશાસને ટ્રમ્પ યુગની સખત નીતિ ઉલટાવી છે અને તમામ લાયક વ્યક્તિઓ માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનાવવાનો માર્ગ મોકળો...
બુધવારથી અહીંના મોટેરા સ્ટેડિયમની નવી પીચ પર શરૂ થઇ રહેલી પિન્ક બોલ ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પછાડવા માટે વિરાટ કોહલીની આગેવાની...
સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે આજે જણાવ્યું હતું કે તે સૂચિત મીડિયા બાર્ગેઇનિંગ કાયદાઓ અંગે સરકાર સાથે સુધારેલા કરાર પર પહોંચ્યા બાદ ત્યાં...
અમેરિકામાં હજારો લોકો, ખાસ કરીને વયોવૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરીને અને ધાકધમકી વડે નાણા પડાવવાના લાખો ડૉલરના રોબોકોલ કૌભાંડમાં બે ભારતીયોને પોતાનો...
અમેરિકામાં કોવિડ -19થી થયેલા મૃત્યુની સંખ્યા 5.12 લાખને પાર કરી ગઈ છે. આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધ, કોરીયા અને વિયેતનામમાં મૃત્યુ પામેલા...
સુરતઃ ડિગ્રી વિનાના નકલી ડોક્ટરો ક્લિનીક શરૂ કરતા હોવાનું તો સાંભળવા જોવા મળ્યું છે પરંતુ સુરતમાં તો નકલી ડોક્ટરોએ એક કદમ આગળ વધીને આખે આખી હોસ્પિટલ જ શરૂ કરી દીધી.
નવાઈની વાત એ છે કે બુટલેગર સાથે મળીને નકલી ડોક્ટરોએ હોસ્પિટલ શરૂ કરી અને તે હોસ્પિટલની ઉદ્દઘાટન પત્રિકામાં શહેરના આઈપીએસ અધિકારીને મુખ્ય અતિથિ તરીકે સ્થાન આપ્યું. સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા ભંડાફોડ થયો હતો. હોસ્પિટલનું ઉદ્દઘાટન થયા બાદ તંત્રનું ધ્યાન જતા એક જ દિવસમાં હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.
શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી તબીબોએ ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. આ સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં પ્રિન્ટ કરાવ્યું હતું. જોકે એક જ દિવસમાં દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો હતો.
આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજો સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુકલા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. બોગસ ડો.જી.પી.મિશ્રા સામે તો વર્ષ 2022 માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.
બે માળની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પણ બનાવ્યું
નવાઈની વાત એ છે કે હોસ્પિટલનું ઉદ્દઘાટન થતાં જ અહીં દર્દીઓની લાઈન લાગી ગઈ હતી. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન થિયેટર પણ હતું. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.
ગુજરાત સરકારે સર્ટિફિકેટ પણ આપી દીધું
હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.