Latest News

More Posts

ગાંધીનગર: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોનો ભોગ લેનાર મલાઈ ખાઈ જનારા હરામખાયા તત્વોને ખુલ્લા પાડીને તેઓને સજા અપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા રાજકોટ કોંગ્રેસ દ્વારા આગામી તા.25મી જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ 25મી જૂને સજ્જડ બંધ રહે તો સ્હેજ પણ નવાઈ પામવા જેવું નથી.

  • રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગકાંડ: 25મી જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન
  • 27 લોકોનો ભોગ લેનાર તત્વોને સજા આપો

કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ રાજકોટના મનપાના પદાધિકારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓની આખી સિન્ડિકેટને જાણ હોવા છતાં 2021થી 2024 સુધી ટીઆરપી ગેમ ઝોન ગેરકાયદે ચાલ્યો છે. તેની પાસે કોઈ ફાયર સહિતની જરૂરી એનઓસી પણ નહોતી. હવે સીટના રિપોર્ટમાં પણ લીપાપોથી કરવાનો પ્રયાસ કરાયો છે ત્યારે રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડના મૃતકોને ન્યાય અપાવવા તથા સરકાર પર પગલાં ભરવા દબાણ ઊભુ કરવા 25મી જૂને રાજકોટ બંધનું એલાન અપાયું છે.

તમામ 27 મૃતકોમના સગાવહાલાઓએ આજે રાજકોટ રેસકોર્સ પર આવીને હાથમાં પોસ્ટર્સ લઈને 25મી જૂને રાજકોટ બંધ પાળવા અપીલ કરી હતી. પીડીતોએ કહયું હતું કે સરકાર નાની માછલીઓને પકડીને મોટા જવાબદારોને છો઼ડી મૂકવા માંગે છે. ભૂતકાળમાં જે કોઈ પણ ઘટનાઓ બની છે, તેમા સીટના રિપોર્ટમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ થયો છે. જવાબદારોની ધરપકડ કરો , ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો એટલું જ નહીં જવાબદારોને સજા થવી જોઈએ.

To Top