આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાય અને ગૌવંશ પર એસિટ છાંટી તેમની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે....
દાહોદ: સંજેલી ઝાલોદ રોડ પર એક માથાભારે યુવકે રસ્તા પર જ પંચાયત ની મંજૂરી વગરબંગલો બનાવી દીધો. પંચાયતે સીટી સર્વે નં ૧૭૮ ...
દેશનું અર્થતંત્ર સખત સંજોગોનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાથી દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પહેલાથી જ દેશમાં મંદીના...
દાહોદ: રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો...
કાલોલ: સોશિયલ મીડિયાના ફાયદા ઉપરાંત ગેરફાયદાઓ પણ વધી રહ્યા છે. સાંપ્રત સમાજમાં ડિજિટલ મોબાઈલ અને ડિજિટલ સાધનો દ્વારા દુરુપયોગ થવાના કિસ્સાઓ સમાજમાં...
વડોદરા: (Vadodra) સમગ્ર મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂનો જથ્થો સપ્લાય કરનાર કુખ્યાત લાલુ સિંધિને જિલ્લા ક્રાઈમ બ્રાંચે (crime Branch) ઍકસપ્રેસ ટોલનાકા પાસેથી...
વડોદરા: કોરોના મહામારીને કાબુમાં લેવા સતર્ક તંત્રને પડકાર ફેંકતો ભેજાબાજ કોઈપણ રિપોર્ટ વિના કોરોનાના આરટીપીસીઆરના બનાવટી રિપોર્ટ બનાવતો ડીસીબી એ રંગેહાથ ઝડપી...
વડોદરા: શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર નીચેના રોડ પર આડેધડ વાહનો પાર્ક થતા અકસ્માત ની ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા થોડા...
વડોદરા: બાલભાવન ખાતે વાહન ચાલક યુવકે બોલાચાલી કરી કાયદા વિરુદ્ધ બચાવ અર્થે બોલાચાલી કરી પણ તેના ખોટા વિરોધથી અટક્યા વિના તેને માસ્કનો...
વડોદરા: વડોદરા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવી દર્દીઓની સારવારમાં જોતરાયા હતા.જ્યારે ટીપ્પણી કરવા બદલ બાબા રામદેવ વિરુદ્ધ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકાના શિવરાજપુર ગામે વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી મુન્નાભાઈ એમબીબીએસને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો...
વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ...
રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 1,561 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 22 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે...
ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની (Treatment of allopathy) સાથે સાથે આયુર્વેદિક સારવાર (Ayurvedic treatment) આપવામાં આવી છે જે સાચા...
સુરત : બાબા રામદેવ દ્વારા એલોપેથીને સ્ટુપીડ સાયન્સ કહેવામાં આવતા મામલો બિચક્યો છે. તેમના આ વિવાદસ્પદ નિવેદન બાદ તા. 1 જૂનના રોજ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિવર્સિટીએ (University) પીજી અને યુજીમાં ફાઇનલની અંતિમ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા (Exam) યોજવા શરૂ કરેલી ગતિવિધિ ઉપર રાજયના શિક્ષણમંત્રીએ...
નવી દિલ્હી: (Delhi) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં ધોરણ-12 સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો...
દમણ-સેલવાસ: (Daman) સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી વીક એન્ડ (Weekend) અને જાહેર રજાના દિવસોમાં લગાવાયેલો કરફ્યૂ પ્રશાસને હટાવવાનો નિર્ણય લીધો છે....
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry Of Health) મંગળવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અંગે સમજૂતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે કોવિશિલ્ડના...
શાસક પક્ષ અને વિપક્ષે કુદરતી આફત સમયે એક થઈ જન હિત માટે કાર્ય કરવું જોઈએ. જ્યારે વિધાનસભ્યો કે સંસદ સભ્યોને કોઈ આર્થિક...
હવે દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે કે શું પ્રગતિ થશે- પ્રજાની નજર બદલાઇ છે. પ્રેમ લાગણી ઓછી થાય તો વાંધો નથી. હાર...
ગાંધીનગર: (Gandhinagar) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12ની (12th Class) પરીક્ષામાં (Exam) રાજ્યમાં આગામી 1 જુલાઈથી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ...
ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. સરકાર દ્વારા ગયા ફેબ્રુઆરી...
કેન્દ્ર સરકારે (central govt) પશ્ચિમ બંગાળ (west Bengal)ના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય (secratery bandopadhyay)ને કારણદર્શક નોટિસ (notice) મોકલી છે. કેન્દ્ર સરકારે ત્રણ...
એક દિવસ પ્રવચન બાદ સંત પાસે એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું, ‘બાબા, તમે ખૂબ જ જ્ઞાની છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો...
નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાને (12th Exam) લઈ આજે મહત્વનો નિર્ણય થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)...
બીલીમોરા: ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય (MLA) નરેશભાઇ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયેલી વિવાદાસ્પદ પોસ્ટ ચકચાર મચાવી રહી છે. હેન્ડલરે...
ચીન (China)ના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે (National health commission) મંગળવારે માહિતી આપી હતી કે દેશના જિયાંગ્સુ પ્રાંતમાં એચ 10 એન 3 બર્ડ ફ્લૂ...
સુરત: (Surat) સુરતમાંથી વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ (BJP) છોડીને...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.