ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ...
આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા.ચાલતાં ચાલતાં આચાર્યના પગમાં કાંટો વાગ્યો.આચાર્યને પીડા થઈ. તેમણે નીચા નમી કાંટો કાઢી નાખ્યો.પણ...
વાત તો એક રમકડાની છે, જે હજી આવતા મહિને બહાર પડવાનું. થોડું મોંઘું હશે, અને ભારતમાં એને આવતાં કદાચ વાર લાગશે. એ...
સ્વિસ કંપની રોશે ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એન્ટિબોડી કોકટેલ (Antibody cocktail) નો ભારતમાં પ્રયોગ સફળ રહ્યો છે. જે બાદ હવે ઝાયડસ કેડિલાએ...
સમસ્યા નક્કર વાસ્તવિકતા આધારિત સત્યોને નકારીને અથવા તેની ઉપેક્ષા કરીને તેની જગ્યાએ કાચું, અધૂરું અને મનગમતું ‘વાસ્તવ’ પેદા કરીને નવાં ‘સત્યો’ સ્થાપવાની...
ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ‘યાસ’ (Yaas Cycline) બુધવારે મોડી રાત્રે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ભારે...
પહેલા યોગ અને હવે પોતાના નિવેદનને કારણે બાબા રામદેવ ભારે વિવાદમાં આવી ગયા છે. બાબા રામદેવનો વિવાદ ઊભો કરવા પાછળ શું હેતું...
ગયા વર્ષે જ્યારે સિનેમા થિયેટરો બંધ થયા ત્યારે જે અભિનેતાની ચર્ચા જોરમાં હતી તે અક્ષય નહી, રણવીર નહિ, ઋતિક નહિ, શાહરૂખ-આમીર નહિ,...
હિન્દી ફિલ્મની અભિનેત્રી જયારે સાઉથની ફિલ્મો તરફ વળે તો તેને પીછેહઠ તરીકે જોવામાં આવે છે અને જો હોલીવુડની વેબસિરીઝ યા ફિલ્મ મળે...
એક વાત એટલી તો સાચી છે કે મહેશ ભટ્ટની ફિલ્મોમાં જેને અભિનયની તક મળી હોય તે ફિલ્મજગતમાં ભુલાઇ તો નથી જ જતી....
મોડલીંગમાંથી ફિલ્મોમાં આવતા અભિનેતા બહુ મોટા સ્ટાર બન્યા હોય એવા દાખલા ઓછા છે. બંને ફીલ્ડ અલગ છે પણ હા, બંનેમાં કેમેરાનો જ...
હવે એ સમય ગયો કે અભિનેતા યા અભિનેત્રી માત્ર એક જ ભાષાની ફિલ્મ કરીને કારકિર્દી પુરી કરે. હવે સ્પર્ધા ખૂબ છે તો...
શર્લી સેટિઆ હમણાં ધૂઆંપૂઆં રહે છે અને તેનું કારણ ‘નિકમ્મા’ છે. આમ તેની ઓળખ ગાયિકા તરીકેની છે પણ નિકમ્મા વડે તે હીરોઇન...
નવરા પડેલા ફિલ્મ સ્ટાર્સ માલદીવ્સ જઇ મઝા કરી રહયા છે તેથી ઘણા લોકો અકળાયા છે. આ રીતે શું કામ અકળાવું જોઇએ? પૈસા...
સંતરામપુર : સંતરામપુર નગર અને તાલુકાના ગામડાંઓમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. અહીં પાણીની સમસ્યા હલ માટે કડાણા બંધ આધારીત...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના ગામડાંઓમાં સીઆઈડી ક્રાઇમના અધિકારી હોવાની ઓળખ આપી તોડપાણી કરતી ગેંગના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યાં હતાં અને તેમની...
દાહોદ: દાહોદના ગરબાડા ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન, ૧૦૦ નંગ પીપીઇ કીટસ, પાંચ નેબ્યુલાઇઝર અને બે પલ્સ ઓક્સિમિટર...
કાલોલ: કાલોલ તાલુકાના મલાવ ગામથી લઈને મેઈન હાઇવેની મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સુધી વહેલી સવારથી લઈને રાત્રી દરમિયાન ગેરકાયદેસર લાકડા,દારું અને...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 575 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,843 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: બે પુત્ર અને પત્નીને રસ્તે રઝળતા મૂકીને પતિએ ત્રણ વાર તલાક આપીને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા પીડીતાએ સ્ત્રી અત્યાચારની ફરિયાદ...
વડોદરા: વડોદરા શહેરમાં સ્માર્ટસિટીના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચી વિકાસકાર્યો કર્યા બાદ કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અધિકારીઓ પોતાના...
વડોદરા: ભણીયારા નજીક પેટ્રોલપંપ પર દોઢ માસ પૂર્વે ફાયરિંગ કરીને લૂંટ ચલાવનાર લૂંટારૂં ટોળકીના બે કુખ્યાત સાગરીતોને એલસીબીની ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડયા...
વાવાઝોડાથી રાજ્યમાં હવાઈ નિરીક્ષણથી નહીં દેખાયું હોય તેવું ભયંકર નુકશાન થયું છે. બાગાયતી પાક અને ઉનાળુ પાકને ખૂબ નુકશાન થયું છે, લોકોના...
ગાંધીનગરમાં બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાની અસરના પગલે ઉનાળુ પાક, બાગાયતી પાક, વીજળી અને રસ્તાઓ...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે નવા 3,085 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 36 થયા છે. જ્યારે અત્યાર...
કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી બુધવારે હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ મ્યુકરમાઈકોસિસ રોગના ઇન્જેક્શન સંદર્ભે તેમજ વેક્સિનેશનના...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 2300 કરતાં વધુ કેસો અને 70 કરતાં વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારી જાહેર કરાયેલ મ્યૂકોરમાઈકોસિસને કાબુમાં લાવવા માટે પગલા...
પલસાણા, દેલાડ: ખેડૂત (Farmers) વિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલા આંદોલનના ૬ મહિના પૂરા થયા છે. સંયુક્ત કિસાન મોરચાએ આજના...
સુરત: (Surat) કોરોનાની લીધે વતન ઉપડી ગયેલા રત્નકલાકારોની અછતને લીધે હીરા ઉદ્યોગકારોને (Diamond Industries) નુકશાની ભોગવવી પડી રહી છે. અમેરિક અને યુરોપ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ની (University) એકડેમિક કાઉન્સીલની બેઠકમાં શિક્ષણવિદોએ યુજી અને પીજીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન પરીક્ષા (Online Offline Exam) લેવા તખ્તો...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે હું મહારાષ્ટ્રના સીએમ પદની રેસમાં નથી. શિંદેએ કહ્યું કે મહાયુતિમાં સીએમ પદ માટે કોઈ રેસ નથી. તેમણે કહ્યું કે અમારી રેસ મહારાષ્ટ્રમાં મહાયુતિને બહુમતી સાથે સરકાર લાવવાની છે. મહારાષ્ટ્રનો વિકાસ કરવાનો અર્થ છે લોકોના જીવનમાં સુધારો કરવો અને તેમના જીવનમાં પરિવર્તન લાવવું.
કોણ બનશે સીએમના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સમય આવ્યે તે ખબર પડશે. હું મહારાષ્ટ્રની સુખાકારી ઈચ્છું છું. તેમણે કહ્યું, મને શું મળશે? તેના કરતાં વધું હું એ વિચારું છું કે મહારાષ્ટ્રના લોકોને આનાથી શું મળશે, આપણા લોકોને આનાથી શું મળશે?, તેમણે એમ પણ કહ્યું કે એ પણ નિશ્ચિત છે કે સીએમ મહાયુતિના જ હશે.
આ પહેલા પણ સીએમ પદના સવાલ પર શિંદેએ કહ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય મહાયુતિ સરકારને સત્તામાં લાવવાનો છે. અમારું ધ્યાન વિકાસ પ્રક્રિયાને વેગ આપવા પર પણ છે. જ્યારે મહારાષ્ટ્ર વિરોધી અને વિકાસ વિરોધી મહા વિકાસ આઘાડીએ રાજ્યમાં અઢી વર્ષ શાસન કર્યું ત્યારે રાજ્ય એક દાયકા પાછળ ગયું હતું. જો MVA ફરી સત્તામાં આવશે તો રાજ્ય અને લોકોને ભારે નુકસાન થશે.
અમને કોઈ ઉતાવળ નથીઃ એકનાથ શિંદે
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમને કોઈ ઉતાવળ નથી. ચૂંટણી પછી ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓ અને ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સાથે બેસીને ચર્ચા કરીશું અને ત્યાર બાદ જ સીએમ પદ અંગે નિર્ણય લઈશું. અમે કોઈ પદ માટે નહીં પરંતુ મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સાથે આવ્યા છીએ.
આ સાથે શિંદેએ દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓની કડવી ટીકા છતાં પણ મહાયુતિ ગઠબંધન ફરી એકવાર વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને સરકાર બનાવશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધનમાં શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની સાથે ભાજપ અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.