વિશ્વ વૈષ્ણવ સમાજ અર્થે અવિરત શ્રદ્ધા અને પ્રેરણાનું ગુરુસ્થાન, VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી અધ્યક્ષતામાં વ્રજધામ સંકુલ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે વિશ્વભરમાં...
દિવા તળે જ અંધારા જેવો ઘાટ: વડોદરા મહાનગરપાલિકાનો જ્યાંથી સમગ્ર કામગીરી અંગેનો વહિવટ ચાલે છે તે જ વોર્ડમાં વેરો ભરતી જનતાને પીવાનું...
બાલાસિનોરમાં કૂખ્યાત બુટલેગરને ત્યાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી સ્ટેટ મોનિટરીંગ સેલે સાત શખ્સ સામે ગુનો નોંધી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો (પ્રતિનિધિ)...
મહેમદાવાદના 5 વર્ષિય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરામાં સપાડાયા બાદ મોત થતા ચકચાર ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદમાં નવા કેસો નોંધાતા ચાલુ સિઝનનો કુલ આંકડો...
ટેક્સ ઉઘરાવતી ટીમોએ કડકાઈથી કામ લેતા અત્યાર સુધી 70 લાખ ટેક્સ જમા થયોકર્મવીર હાઈટ્સમાં ફાયર સેફ્ટી ન હોવાથી કનેક્શનો કપાયા(પ્રતિનિધિ) નડિયાદ, તા.20નડિયાદ...
બોરસદ તાલુકાના કાલુ ગામમાં ભાભીને બદનામ કરવાના મુદ્દે બે ભાઈ ઝઘડી પડ્યાં પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરનારા મોટા ભાઈને નાનાએ ઠપકો આપતા...
ખંભાતના ભુવેલ ગામે ગૌચર જમીન પાણી પુરવઠા વિભાગને ફાળવી દેતાં રહીશોમાં આક્રોશ ભુવેલના ગ્રામજનોએ વિરોધ નોંધાવવા પ્રાંત કચેરી, મામલતદાર, તાલુકા પંચાયત કચેરીએ...
સાવલી નગરની નાથીબીબી કી મસ્જિદ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરો પડતા ભારે ઉત્તેજના પ્રસરી અને લોકટોળા ઉમટી પડ્યા હતા . કોઈ અજાણ્યા...
નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 2.16 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે...
ગાંધીનગર : અરબ સાગર પર રહેલી સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી પર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે....
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાયનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોનધારકોના નામે લાખો રૂપિયા લોન લઈને રફુચક્કર થઇ ગયા...
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારે કાવડ યાત્રાને લઈને આદેશ જારી કર્યો છે જેને લઈને સમગ્ર દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. હવે...
22મી જુલાઈથી સાવન મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનો ભગવાન ભોલેનાથની પૂજાનો મહિનો છે. ભગવાન શિવની પૂજા કરવા માટે ભક્તો કાવડ...
વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી મહારાણી ચિમનાબાઈ હાઇસ્કુલ ખાતેથી સતત 10માં વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે...
કેન્દ્રીય મંત્રી અને સાંસદ જિતિન પ્રસાદ રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેઓ તેમના સંસદીય ક્ષેત્ર પીલીભીતના પ્રવાસે હતા. આ દરમિયાન મંત્રીની કાર...
નાઈજીરિયાની સરકારે ‘મેટા’ પર યુએસ $220 મિલિયનનો દંડ લગાવ્યો છે. નાઈજીરિયન સરકારે મેટા પર દંડ લગાવવાની શુક્રવારે જાહેરાત કરી હતી. સરકારે કહ્યું...
સુરતઃ ત્રણ દાયકાથી સુરત મહાનગર પાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ આજે એવી સ્થિતિ છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા ભાજપના જ પ્રતિનિધિ કોર્પોરેટરોનું...
ઢાકા: ભારતનો મિત્ર અને પડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) હાલના સમયમાં મોટી સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. અસલમાં અહીં કેટલાક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ અનામત...
સુરતઃ શહેર પોલીસ ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી છે. શહેરમાં ભજિયાની લારીઓ અને પાનના ગલ્લા...
તાલીમાર્થી IAS પૂજા ખેડકરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન (UPSC ચેરપર્સન) મનોજ સોનીએ...
સુરતઃ તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી ઝૂંબેશ ચલાવી હતી. સુરત શહેરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સુરક્ષામાં શનિવારે 20 જુલાઈના રોજ મોટી ખામી સામે આવી છે. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશવાસીઓ સમક્ષ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમનું...
બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ...
દ્વારકાઃ હવામાન ખાતાની આગાહી અનુસાર આજે શનિવારે પણ ગુજરાતના 66 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો...
નવી દિલ્હીઃ અમેરિકન સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડ સ્ટ્રાઈક (CrowdStrike) શુક્રવાર તા. 19 જુલાઈથી સમાચારોમાં છે. કારણ કે આ એ જ કંપની છે...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) વધી રહેલી ગુનાખોરી સામે પટનામાં ઇન્ડિયા ગઠબંધન (India Alliance) દ્વારા ‘વિરોધ માર્ચ’ કાઢવામાં આવી હતી. જેમાં આરજેડી, કોંગ્રેસ...
સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ પ્રતિબંધના આ નિયમનો અમલ થતો નથી. આખાય રાજ્યમાં ઠેરઠેર ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય...
પેપર વિતરકની સતર્કતાના કારણે મોટી થવાવાળી નુકસાનીની ઘટના ટળી : ઓટો મોબાઈલની દુકાનમાં ઓવર હિટિંગના કારણે આગ ભભૂકી ઉઠી : ( પ્રતિનિધિ...
મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ધસી આવી બે યુવકોને લાકડીના ફટકા માર્યા, લક્ષ્મીપુરામાં કારમાં બે યુવકના અપહરણનો પ્રયાસ પ્રતિનિધિ વડોદરા તા.20 પોલીસનો જાણે કોઈને...
અંકારા: તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, દક્ષિણ તુર્કીના અંતાલ્યા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેમાં 95 લોકો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અઝીમુથ એરલાઈન્સ દ્વારા સંચાલિત સુખોઈ સુપરજેટ 100 પ્રકારના વિમાને રવિવારે સોચીથી ઉડાન ભરી હતી અને તે 89 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને લઈને જઈ રહ્યું હતું, એમ મંત્રાલયે જણાવ્યું હતું.વિમાન રાત્રે 9:34 વાગ્યે લેન્ડ થયા બાદ પાયલટે ઈમરજન્સી કોલ કર્યો હતો. એરપોર્ટના બચાવ અને અગ્નિશામક જવાનોએ આગને ઝડપથી કાબુમાં લીધી હતી, એમ નિવેદનમાં કહેવાયું હતું.આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
એક ન્યૂઝ વેબસાઈટે પોસ્ટ કરેલા વીડિયોમાં, વિમાનની ડાબી બાજુએથી આગની જ્વાળાઓ નીકળતી દેખાય છે જ્યારે ઇમરજન્સી ક્રૂ વિમાની આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યા હતા.
મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ દ્વારા વિમાનની બહાર કાઢતા જોવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પોતાનો સામાન સાથે લઇને બહાર આવ્યા હતા. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાનને રનવે પરથી હટાવવાના પ્રયાસો ચાલુ હતા. જ્યારે સૈન્ય દ્વારા ચલાવવામાં આવતા રનવે પરથી વિમાનો પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર આગમનને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું.
ડીએચએલનું એક કાર્ગો વિમાન તૂટી પડયું
વિલનિઅસ: લિથુઆનિયાની રાજધાની નજીક સોમવારે સવારે ડીએચએલનું એક કાર્ગો વિમાન તૂટી પડયું હતું એને ઘસડાઈને એક ઘરમાં ઘુસી ગયું હતું, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતના કારણની હજુ તપાસ કરાઈ રહી છે.
એક વીડિયોમાં દેખાય છે કે એરપોર્ટની નજીક પહોંચતા વિમાન ઉતરવા માટે નીચે નમ્યું હતું ત્યારબાદ તેમાં વિસ્ફોટ થઈને તેમાં આગ લાગી હતી. આ અકસ્માત ત્યારે થયો છે જ્યારે પશ્ચિમના દેશોના અધિકારીઓ શંકા કરી રહ્યા છે કે રશિયાની ગુપ્તચર સંસ્થા તેમની વિરૂદ્ધ તોડફોડના કૃત્ય કરી રહી છે. લિથુઆનિયાના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ અકસ્માતમાં રશિયાની સંડોવણીના એંગલથી પણ તપાસ કરાશે, જો કે તેમણે કહ્યું હતું કે અત્યારે એવા કોઈ પુરાવા મળ્યા નથી.
પોલીસ અધિકારી રેનાટાસ પોઝેલાએ જણાવ્યું હતું કે, ‘તે એરપોર્ટથી થોડાક કિલોમીટર પહેલાં તૂટી પડ્યું હતું, તે થોડાક સો મીટર સુધી સરકી ગયું હતું, તેનો કાટમાળ રહેણાંક મકાન પર પડ્યો હતો. ઘરની આસપાસના માળખામાં આગ લાગી હતી થોડું નુકસાન થયું હતું, પરંતુ અમે લોકોને બહાર કાઢવામાં સફળ થયા હતા.અહેવાલ મુજબ અકસ્માતમાં એક સ્પેનિશ નાગરિકનું મોત થયું હતું જ્યારે 3 અન્ય ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા.વિમાનની ઓળખ જર્મનીના લેઇપઝિગથી આવતા ડીએચએલ કાર્ગો વિમાન તરીકે કરાઈ હતી. અગ્નિશમન દળ સહિત અન્ય ઈમરજન્સી સેવાઓના જવાનો ઘટના સ્થળ પર છે.
ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન રનવેથી 1.5 કિલોમીટરથી થોડે દૂર તૂટી પડતાં પહેલાં, લેન્ડિંગ માટે લાઇનમાં ઊભું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે 5:30 વાગ્યા પહેલા અકસ્માત થયો હતો, સત્તાવાળાઓએ હજુ અકસ્માતનું કોઈ કારણ આપ્યું નથી. ડીએચએલ ગ્રુપનું મુખ્યમથક જર્મનીના બોનમાં છે ત્યાંથી આ અકસ્માત અંગે કોઈ ટિપ્પણી આવી ન હતી. બોઇંગ 737, 31 વર્ષ જૂનું હતું, જેને નિષ્ણાતો દ્વારા જૂની એરફ્રેમ માનવામાં આવે છે, જો કે કાર્ગો ફ્લાઇટ માટે તે અસામાન્ય નથી.