નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) હવે છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી છે. ત્યારે તમામ દેશોના ખેલાડીઓ પોતાના દેશમાટે વધુમાં વધુ...
બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં મહિલાઓની હત્યા કરનાર સીરિયલ કિલરની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. સીરિયલ કિલરની ઓળખ કુલદીપ તરીકે થઈ છે. બરેલીના...
નવી દિલ્હીઃ વક્ફ બિલ પર સ્પીકરે જેપીસીની રચના કરી છે. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે ફોન પર વાત કરી અને તેમને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન...
નવી દિલ્હીઃ હાલમાં એક બેન્ક એકાઉન્ટ પર એક જ UPI આઈડી એક્ટિવ કરી શકાય છે, તેના લીધે પરિવારના એકથી વધુ સભ્યોએને સમસ્યા...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ચાલી રહેલી અશાંતિ વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારતમાં શરણ...
નવી દિલ્હી: રાજ્યસભામાં (Rajya Sabha) આજે શુક્રવારે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ (Jagdeep Dhankhad) વચ્ચે જોરદાર...
મોરબીઃ ગુજરાત કોંગ્રેસે આજે તા. 9 ઓગસ્ટની સવારે વરસતા વરસાદમાં મોરબીથી ન્યાયાત્રાનો પ્રારંભ કર્યો છે. આજે પ્રથમ દિવસે 27 કિમીની આ યાત્રા...
નવી દિલ્હી: સિક્કિમમાં (Sikkim) આજે શુક્રવારે સવારે 6.57 કલાકે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. તેમજ રિક્ટર સ્કેલ (Richter scale) પર તેની તીવ્રતા...
અમદાવાદઃ આજે તા. 9 ઓગસ્ટનો દિવસ ભારતીય રેલવે માટે ઐતિહાસિક બની ગયો છે. આજે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે 130...
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં (Liquor scam case) પાછલા 18 મહિનાઓથી જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish...
સુરતઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 9 ઓગસ્ટના રોજ...
ભારતના ભાગલા થયા તે વખતે બંગાળના હિંદુઓ ભારે હિંસાનો ભોગ બન્યાં હતાં. ઇ.સ. ૧૯૭૨માં બાંગ્લા દેશનું સર્જન થયું તે પછી પણ ત્યાં...
નવી દિલ્હી: ભારતના નીરજ ચોપડા (Neeraj Chopra) કે જેમની પાસે આખા દેશને મેડલની આશા હતી, તેમણે આખરે દેશને પ્રથમ સિલ્વર (Silver Medal)...
ગુજરાત સરકારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ઘણાં મોટાં માથાંઓને તેમના માથેથી ઉતારવાનું કાર્ય કર્યું છે. જેમાં, એક કલેક્ટર તથા ઘણાં ક્લાસ વન અધિકારીઓનો સમાવેશ...
એક ખેડૂત હતો. તેણે ખેતરમાં બહુ મહેનત કરીને ઘઉં વાવ્યા.તેની મહેનત સારી હતી અને જમીન, ખાતર, બીજ, વરસાદ,વાતાવરણ બધું જ સારું અને...
પૃથ્વી પરના અસંખ્ય જીવોમાં માનવ સર્વોચ્ચ સ્થાને છે. જન્મ અને મૃત્યુનું ચક્કર ભલે ચાલતું રહે, નવજાત શિશુઓથી માનવસમાજ કાયમ રહે છે. વીર્ય...
સાંભળો વડોદરાની વાત, કાઠીઆવાડ બધી ગુજરાત,વર્ષે કોપ થયો વરસાદ, પાણી વરસ્યું રેલમછેલ.વર્ષો પહેલાં સૂકી, ઓછા વરસાદની કહેવાતી સૌરાષ્ટ્ર ધરતી આ વર્ષે ગળાડૂબ....
ભારતના પાડોશી દેશ બાંગ્લા દેશમાં ભારે રાજકીય ઉથલપાથલ ચાલી છે. ભારતમાં કુદરતી આફતોની પળોજણ છે. શેરબજારવાળા અમેરિકાની મંદીની ચર્ચામાં છે અને ઘણા...
કોઈ પણ ધંધાની સફળતા માટે જેટલો નાણાંકીય મૂડી અને માનવમૂડીનો ફાળો છે એટલો જ અગત્યનો ફાળો સામાજિક મૂડીનો છે. જેમ શિક્ષણ થકી...
ભારત સાથેની સરહદે ચીન જાત જાતના ઉધામાઓ અને ગતકડાઓ કરતું જ રહે છે. લદાખમાં તો લાંબા સમયથી ભારત અને ચીનના લશ્કરી દળો...
વડોદરા શહેરમાં ભૂવા નું પરિવાર વધ્યું… વડોદરા શહેરમાં સાંજના સમયે વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. જેમ જેમ વરસાદની ઋતુ આગળ વધી રહી...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટાના જંગલના ઉઘલમહુડા ગામેથી ચકચાર મચાવી મુકે તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં બાતમીના આધારે વિદેશી દારૂ...
એસઓજીની ટીમે બીઆઇડીસી સામે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો ગોરવા વિસ્તારમાં બીઆઇડીસી વિસ્તારમાં દુકાન ધરાવતો એક શખ્સે જુદી જુદી કંપનીઓના...
બંને શખ્સો ચોરીની બાઇક રાજસ્થાન ખાતે નજીવી કિંમતમાં વેચી નાખતા હતા, બંને વિરુદ્ધ વિવિધ 9 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયા છે વડોદરા...
LIB શાખાનો ASI ભરતગીરી ગૌસ્વામી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો…પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તરફેણમાં આપવા માટે 40 લાખની માંગણી બાદ 5 લાખ...
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટે ગુરુવારે રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમે સ્પેનિશ ટીમને 2-1ના...
MLA ચૈતર વસાવાએ આપ્યું બંધનું એલાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં...
નવસારી : આરક-સિસોદ્રા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસેલા ચારને કરિયાણા દુકાનના માલિક અને ગામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધા હતા....
સુરતની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા, નર્મદ યુનિવર્સિટીની બહાર કુલપતિએ જોડ્યા હાથ
સુરતઃ શહેરમાં વસતીની સાથે વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, જેના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
ટ્રાફિક સિગ્નલનું પાલન થઈ રહ્યું હોવા છતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ નથી. લોકો પણ ટ્રાફિકથી પરેશાન છે. મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થયા છે બીજી તરફ સિગ્નલની પર ઉભા રહેવાના લીધે સમય વેડફાઈ રહ્યો છે. આવા સમયે લોકોની લાગણીઓને વાચા આપવા માટે સુરત પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા હતાં. તેઓ પાલિકા સહિતના અધિકારીઓ સાથે કારગીલ ચોક ખાતે પહોંચ્યા હતાં.
રોડ પર ઉતરેલા પોલીસ કમિશનરે લોકોની વાતો સાંભળી હતી. જેમાં લોકોએ સર્કલથી લઈને બીઆરટીએસ રૂટ સહિતના પ્રશ્નોની સાથે સાથે વગર કામના અને જોઈતા ટ્રાફિક સિગ્નલો અંગે પોતાની વાત રજૂ કરી હતી. જેથી પોલીસ કમિશનરે તમામ નાગરિકોની વાત સાંભળીને રસ્તા પર જ મિટિંગ યોજી હતી. જેમાં અધિકારીઓના રોડ પર જ ક્લાસ લેવાઈ ગયા હતાં.
પોલીસ કમિશનરે ટ્રાફિક સમસ્યા હલ કરવાના આયોજનના ભાર રૂપે રસ્તા પર જ ટ્રાફિક સર્કલ નાના કરવા માટે આદેશ આપી દીધો હતો. સાથે જ બીઆરટીએસ રૂટ કાપવા અંગે પણ સૂચના આપી દીધી હતી. પોલીસ કમિશનરના આદેશના પગલે સ્થળ પર જ હાજર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી.