પાદરા: પાદરા નગર પાિલકામાં સંભવીત ઉમેદવારોના નામોનું ભાજપા સંગઠનના ગાંધીનગરથી પેપર ફુટી જતાં પાદરા નગર પાિલકાના સ્થાિનક નેતાઓ હોદેદારો કાર્યકરો કપાયાની હોવાની માહીતી મળતા જેમાં ભાજપાના કેટલાક નેતાઓને ઉધડો લેવામાં આવ્યો હતો. ગોડફાધરને શરણે પહોંચી ટિકિટ મેળવવા માટે દોડધામ કરી હોવાનું જાણવા મળેલ છે.
મોડીરાતના પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં ટિકિટ મેળવવા માટે ઈચ્છતા ભાજપા ઉમેદવારો અને ટેકેદારોના ટોળેટોળા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તે જોતા રાજકીય આગેવાનોમાં બળવો કરવાની પરીસ્થીતી નિર્માણ થતાં ભાજપાના જિલ્લા શહેરના પદાધિકારીઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડધામ મચી હોવાનું ચર્ચા છે.
મળતી વિગત મુજબ ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ બાદ મોડીરાતના ભાજપાના સંભવિત ઉમેદવારો ભાજપા સંગઠનના નામોના પેપર ફુટી જતાં પાદરા નગર પાલિકાના સ્થાનિક નેતાઓ હોદેદારો કપાયા હોવાની માહીતી મળત મોડીરાતના વોર્ડ નંબર-6 તેમજ વોર્ડ નં. 3 માં તેમજ બજા અન્ય વોર્ડમાં સોસાયટીઓમાં પોળોમાં શેરીઓમાં ફળીયામાં ભેગા મોટી સંખ્યામાં થઈ ગયા હતા. જેમાં ભાજપાના કેટલાક નેતાઓનો ઉધડો લેવામાં આવ્યો હ તો. ત્યારે સાત વોર્ડમાંથી ચાર જેટલા વોર્ડમાં બળવો કરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. વોર્ડ નં. 6 માં રાત્રે ચાલુ મહીલા સદસ્યની ટિકિટ કપાયાની સમાચારોના પગલે 500 થી 700 જેટલા લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. ભાજપા જેમાં કેટલાક નેતાઓને ઉધડો લેવામાં આવ્યો હતો.
જયારે વોર્ડ નં. 3 માં એક સોસાયટીમાં પાંચ પાંચ ઘરના અંતરે ટિકિટો ફાળવવામાં હોવાની ચર્ચાને પગલે શ્રમ વિસ્તારનું ટોળુ એકત્રીત થઈ પોતાને સ્વતંત્ર ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી થતા ભાજપા જિલ્લા શહેરના પદાધિકારીએ ડેમેજ કંટ્રોલ કરવામાં દોડધામ મચી હતી.
ભાજપમાં ટિકિટ વાંચ્છુઓને ટીકીટ નહીં ફાળવાતા અપક્ષની પેનલો બનવાની શકયતાઓ વધી જવા પામી હતી તેમજ ભાજપા પાદરા નગર પાલકામાં 28 બેઠકો જીતવાના એડવાન્સ પ્લાનીંગ સામે ખતરો ઉભો થયો છે. વોર્ડ નં. 3 માં સંગઠનના એક હોદેદાર સિવાય ભાજપ સંગઠનના હોદેદારોની ટિકિટ કપાતા પાદરા નગર ભાજપા પણ ભડકો થવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી.
ફકત એક હોદેદારોને જ ટિકિટ ફાળવતા લોકોમાં ભારે રોષ જોવા મળેલ છે. આજરોજ પાદરા નગર નાગરીક સહકારી બેંક ચૂંટણીની મતગણતરી દરમિયાન ભાજપા સંગઠનના ગાંધીનગરથી પેપર ફુટી જતાં પાદરા પાલિકામાં સ્થાિનક નેતાઓ હોદેદારો કપાયા હોવાની માહીતીએ જોર પકડયું હતું. જેના કારણે કાર્યકરો ગોડફાધરોને શરણે પહોંચ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
એક જ સંગઠનના હોદેદારને ટીકીટ મળતા બીજા સંગઠનના હોદેદારો પાલિકાના સભ્ય બનવાના સ્વપ્નો રોળાયા છે. તેમજ સાતથી દસ જેટલા નગર પાલિકાના સભ્યોને બાદ કરતા તમામ વોર્ડમાં રીપીટ નંબર અપનાવેલ છે. જેથી નવા યુવા વર્ગમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો.