મુંબઈ: (Mumbai) સુપ્રસિદ્ધ ગાયિકા (Singer) લતા મંગેશકરનું (Lata Mangeshkar) ગઈકાલે (6 ફેબ્રુઆરી) રવિવારના રોજ 92 વર્ષની વયે નિધન (Death) થયું હતું. કોરોના (Corona) સામે એક અઠવાડિયા પહેલા જંગ જીત્યા બાદ તેમણે રવિવારે ‘બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં’ અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈના શિવાજી પાર્ક (Shivaji Park) ખાતે રાજ્કીય સન્માન સાથે તેમના દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેઓના અવસાન બાદ બધા તેમને યાદ કરે છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટ પર લતાદીદીનો છેલ્લા દિવસોના બે વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે, જેને જોઈને લોકોની આંખો ભરાઈ ગઈ છે.
- આ વીડિયો તે સમયનો છે જ્યારે લતા દીદીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- આ વાયરલ વીડિયોમાં લતાજી બે મહિલાઓની મદદથી ચાલી રહ્યાં છે. વીડિયોમાં તેમની હાલત અત્યંત નાજુક જણાઈ રહી છે.
- બીજા વીડિયોમાં લતા દીદી હોસ્પિટલમાં વ્હીલચેર પર બેઠેલાં જોવા મળે છે, તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી
- આ વીડિયો જોઈને સમગ્ર દેશના લોકોના દિલમાં તેમના માટે દર્દની લાગણી જન્મી હતી. આ વીડિયો પર તેમના ચાહકો પોતાના પ્રતિભાવો આપીને કોમેન્ટ કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયો લતા મંગેશકરનો છેલ્લો વીડિયો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. આ વાયરલ વીડિયોમાં લતાજી બે મહિલાઓની મદદથી ચાલી રહ્યાં છે. વીડિયોમાં તેમની હાલત અત્યંત નાજુક જણાઈ રહી છે. એવું લાગે છે કે તેઓ એકલા ચાલી પણ શકતા નથી.
આ વીડિયો જોઈને સમગ્ર દેશના લોકોના દિલમાં તેમના માટે દર્દની લાગણી જન્મી હતી. આ વીડિયો પર તેમના ચાહકો પોતાના પ્રતિભાવો આપીને કોમેન્ટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા (Social Media) યુઝરે લખ્યું કે, શું આ લતાજી છે, હું તેમને ઓળખી પણ શકતો નથી. અન્ય એક યુઝરે લખ્યું, “આ વીડિયો જોઈને મને વિનોદ ખન્ના અને SSR (સુશાંત સિંઘ રાજપૂત) ના છેલ્લા દિવસો યાદ આવી ગયા. મને ખાતરી છે કે લતાજી ક્યારેય ઈચ્છતા ન હતા કે કોઈ તેમને આ રીતે જુએ. કૃપા કરીને થોડી શરમ રાખો અને આ વીડિયો હટાવો.” ઘણા ચાહકોએ ‘રેસ્ટ ઇન પીસ’ અને રડતા ઇમોજી શેર કર્યા છે.
બીજો પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લતાદીદી વ્હીલચેર પર બેઠેલાં જોવા મળે છે. હોસ્પિટલમાં તેમના અંતિમ દિવસોનો આ વીડિયો હોવાનું માનવામાં આવે છે. કોઈ તેમને મરાઠીમાં પૂછે છે દીદી કેમ છો?, પરંતુ તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી અને માથું ઝૂકાવી દે છે.
લતા તાઈ એ ભારતનો એવા દુર્લભ રત્ન હતા કે તેમનું સ્થાન બીજું કોઈ લઈ શકશે નહીં. તેમની વિદાય પર સૌની આંખો ભીની થઈ ગઈ હતી અને દરેક તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેમને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. લતા તાઈના મૃતદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. આ સાથે તેમના માટે બે દિવસનો રાજ્ય શોક પણ રાખવામાં આવ્યો છે અને રાષ્ટ્રધ્વજ પણ બે દિવસ સુધી અડધો ફરકાવવામાં આવશે.
લતા તાઈના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. તેમના અવાજનો જાદુ દરેક પેઢી પર છવાયેલો છે. આવી સ્થિતિમાં, તેમના પ્રશંસકો તેમના ગયા પછી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, “દયાળુ અને સંભાળ રાખનારી લતા દીદીએ અમને છોડી દીધા. લતા દીદીના નિધનથી દેશમાં એક એવો ખાલીપો ઉભો થયો છે, જે ક્યારેય પુરી શકાતો નથી. “આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે.”