Vadodara

ખંડેરાવ માર્કેટ પાછળ લારી-ગલ્લા ધારકોને પોલીસે હટાવતા મેયરને રજૂઆત કરાઈ

વડોદરા : કોર્પોરેશનની કચેરી પાછળ ખંડેરાવ માર્કેટની પાછળ ફરતે  લારી-ગલ્લા પોલીસ દ્વારા દૂર કરવાની સૂચનાથી લારી ધારકોનો મોરચો મેયરને રજૂઆત કરવા પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતે લારીધારકો અને દુકાનદારોના દબાણના પગલે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ત્યારે પોલીસને કામગીરીના પગલે નારાજ લારીધારકોએ મેયર કેયુર રોકડીયાને રજૂઆત કરવા આયા હતા.લારી ધારકોએ મેયર ને રજુઆત કરી હતી કે , માર્કેટ ફરતે ૪૦ થી વધુ લારીઓ આવેલી છે .ટ્રાફિક પોલીસ દ્વારા લારી નહીં મુકવા માટે સૂચના આપવામાં આવી છે . લારી ધારકો પીળા પટ્ટા ની અંદર લારીઓ મૂકે છે .જેથી અમે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા છે . ટ્રાફિકની સમસ્યા માટે લારી ધારકો નહીં પરંતુ ભારદારી વાહનો જવાબદાર છે. સવારે વહેલા ઠાકોર ના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે.સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે લારી ધારકો સાથે મેયર અને શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ ને રજૂઆત કરવા માટે ગયા હતા .લારી ધારકો પીળા પટ્ટા ની અંદર લારિયો મૂકે છે છતાં પણ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે .જોકે ઈંડાની ગેરકાયદેસર લારીઓ, ફ્રુટ માર્કેટમાં રોડ વચ્ચે બેસી ને ફૂલો વેચે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે .પરંતુ પોલીસ હપ્તા લઈને તે લોકોને હેરાન નથી કરતી. પરંતુ ગરીબ વર્ગના લારી ગલ્લા ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે.

Most Popular

To Top