World

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ, ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હુમલો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં (Australia) હિંદુ દેવી-દેવતાઓના મંદિરોમાં તોડફોડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક મંદિર પર હુમલાની (attacked) ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરમાં (Lakshmi Narayan Temple) શનિવારે તોડફોડની ઘટના બની હતી. લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડની આ ઘટનામાં ખાલિસ્તાન (Khalistan) સમર્થકોનો હાથ હોવાનું જણાવા મળ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં મંદિરમાં તોડફોડની આ ચોથી ઘટના છે. આ ઘટનાની માહિતી ત્યારે મળી જ્યારે સવારે ભક્તો પૂજા માટે મંદિરે પહોંચ્યા હતા. માહિતી અનુસાર ખાલિસ્તાની સમર્થકોએ કથિત રીતે બ્રિસબેનના દક્ષિણમાં બ્રિસબેનમાં શ્રીલક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. અગાઉ પણ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિર ગાયત્રી મંદિરને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ કોલ પાકિસ્તાનના લાહોર શહેરમાંથી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના લાહોરથી કરવામાં આવેલા ફોન કોલ્સ કથિત રીતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા હતા.

મંદિરના વડાએ આ વાત કહી
મંદિરની નજીક રહેતા રમેશ કુમારે કહ્યું કે “મને ખબર છે કે મેલબોર્નના હિંદુ મંદિરોમાં શું થયું છે. પરંતુ આ નફરતનો સામનો કરવો એ પોતાનામાં ખૂબ જ દુઃખદ અનુભવ છે. મંદિરના પ્રમુખ સતીન્દર શુક્લાએ જણાવ્યું કે મંદિરના પૂજારીઓ અને ભક્તોએ આજે ​​સવારે ફોન કરીને મને મંદિરની બાઉન્ડ્રી વોલ પર તોડફોડની જાણ કરી હતી. શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોલીસ અધિકારીઓ સાથે મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજીને આ અંગે વિગતવાર નિવેદન આપશે.

આ કૃત્ય ઓસ્ટ્રેલિયન હિંદુઓને આતંકિત કરે છે: હિંદુ માનવ અધિકાર
હિંદુ હ્યુમન રાઈટ્સે ખાલિસ્તાનના આ કૃત્યને હિંદુઓને આતંકિત કરવાની પેટર્ન ગણાવી છે. હિંદુ માનવાધિકારના મહાનિર્દેશક સારાહ એલ ગેટ્સે ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું હતું કે હિંદુ મંદિરો પર હુમલા એ ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) ની પેટર્ન છે. તેનો હેતુ ઓસ્ટ્રેલિયન હિન્દુઓને આતંકિત કરવાનો છે.

Most Popular

To Top