મૂર્ખા યત્ર ન પૂજ્યન્તે ધાન્યંયત્ર સુસંચિતમ |
દામ્પત્યે કલહો નાસ્તિ તત્રશ્રી: સ્વયમાગતા ||
ચાણ્કય નીતિ
યાં મૂર્ખોની પૂજા થતી નથી અન્ન ભંડાર ભરેલા રહે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો નથી. ત્યાં લક્ષ્મીમાતા સ્વયં આવીને વસે છે.
કેટલાંક ઘરોમાં પેઢી દર પેઢી અઢળક પૈસા જોવા મળે છે. ચાણકયે આ અંગે વિશેષ વિચાર સમાજને આપ્યા છે. બહુધા ઘણા સમાજમાં જેઓ પાસે પૈસો છે તેવા લોકોનું સન્માન થતું હોય છે. ચાણકયે આ અંગે વિશેષ વિચારો સમાજ સમક્ષ મૂકયા છે. બહુધા જેઓ પાસે પૈસો છે તેવા લોકોનું સમાજમાં માનસન્માન જળવાતું જ હોય છે. આ તો જેઓ પાસે પૈસો છે તેઓ સમાજ માટે પોતાની (લક્ષ્મીરૂપી) શક્તિનાં ઉપયોગ કરે જ છે. એવું નથી. વિશાળ સમાજમાં પોતાની પાસે રહેતી લક્ષ્મીની શક્તિનો દેખાડા માટે જ ઉપયોગ કરે છે. તેવા પણ સમાજમાં જોવા તો મળશે જ પરંતુ જેઓ સમાજમાં સૌ સાથે સરળતાથી હળી મળી શકે છે અને નિરાભિમાની રહી સમાજ માટે યથા સમયે મદદ કરતા જ રહે છે તેઓ લોકો માટે સમાજમાં સન્માન મળતું જ રહે છે.
આજે બહુધા ધનવાનોના ધનની સમાજને જરૂર રહે છે તેથી ધનવાનોને સમાજમાં માનની દૃષ્ટિથી જોવામાં આવે છે. કેટલાંક ઘરોમાં પતિપત્ની વચ્ચે, બાપદીકરા વચ્ચે, સાસુવહુ વચ્ચે ચકમક થતી જ રહે છે. જે ઘરોમાં અંદરઅંદર મનદુ:ખ હોય તેવાં ઘરોમાં લક્ષ્મી ટકતી નથી. કેટલાંક ઘરોમાં અઢળક પૈસો હોવા છતાં તે ઘરના સભ્યો સરળતાથી સમાજમાં હળતાભળતા રહે છે. આવા લોકો માટે સમાજને અંદરથી માન હોય છે તે જ રીતે કેટલાંક પૈસાવાળા પોતાના ધનનો ઉપયોગ યથાસમયે વિશાળ સમાજ માટે કરતા જ હોય છે.
આવાં લોકો માટે સમાજ પ્રેમ ભરી દૃષ્ટિથી જોતો હોય છે.
પૈસો તો આજે છે પરંતુ સમાજ તો જીવતપર્યંત સાથે જ રહેવાનો છે તેથી સમાજના લોકો સાથે જેઓ સદૈવ ખાનદાનીભર્યો સંબંધ રાખે અને પ્રસંગે સમાજને મદદરૂપ પણ થઇ પડે છે તેવા લોકોનું સન્માન તેઓ પાસે પૈસો છે. સમાજના લોકો સાથે તેઓ સરળતાથી ભળે છે અને પ્રસંગે મદદરૂપ પણ થાય છે. તેવા લોકો માટે સમાજને સાચા હૃદયનો પ્રેમ હોય છે.
કેટલાંક ઘરોમાં રોજનો કંકાસ જોવા મળે છે તેઓ પૈસો હોવા છતાં સુખપૂર્વક જીવી શકતા નથી. લક્ષ્મીનો નિવાસ જે ઘરમાં શાંતિ ત્યાં થતો હોય છે.
જ્યાં અન્નભંડાર ભરેલા રહે છે ત્યાં લક્ષ્મીમાતા વસે છે
By
Posted on