Gujarat

કચ્છના આકાશમાં ઉડતી ટ્રેન જેવો નજારો જોવા મળ્યો, સામે આવ્યું આ સત્ય

ગાંધીનગર: (Gandhinagar) શનિવારે કચ્છના આકાશમાં અચાનક ઊડતી ટ્રેન (Train) જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે લોકોએ ધાબે ચડીને આ નજારો જોયો હતો. ખાસ કરીને લોકોએ આ ખરેખર શું છે તે જાણવા મીડિયા કચેરીઓ પર ફોન કર્યા હતા. શનિવારે રાત્રે કચ્છના (Kutch) આકાશમાં એક જ સીધી દિશામાં લબૂકઝબૂક કરતી લાઈટોનો નજારો જોવા મળ્યો હતો. કચ્છના આકાશમાં આ રીતે એક જ સીધી સીટીમાં લાઈટો જોવા મળતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. એટલું જ નહીં લોકો આ દૃશ્યો મોબાઈલ ફોનમાં કેદ કરી એકબીજાને મોકલવા સાથે સોશિયલ મીડિયામાં (Social Media) પોસ્ટ કરવા લાગ્યા હતા. ચર્ચા સાથે કચ્છના લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

  • કચ્છના આકાશમાં ઊડતી ટ્રેન જોવા મળતાં લોકોમાં કુતૂહલ
  • મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા એકસાથે છોડાયેલા ૫૩ ઉપગ્રહની હારમાળા કચ્છમાં દેખાઈ હોવાની સંભાવના
  • લોકોએ ધાબે ચડી નજારો જોયો, સત્ય જાણવા મીડિયા કચેરીઓ પર ફોન રણકતા થયા

કચ્છની સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરને સમગ્ર ઘટના અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એલ.એન.મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા તા.૧૭ જૂનના ભારતીય સમય મુજબ ૨૧.૩૯ કલાકે ૫૩ ઉપગ્રહ (Satellite) એકસાથે છોડવામાં આવ્યા હતા. જેની હારમાળા કચ્છમાં દેખાઈ હોવાની સંભાવના છે. આ ઉપગ્રહો ફાલ્કન-9 રોકેટની મદદથી અમેરિકાના ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. એલન મસ્ક સેટેલાઇટ દ્વારા લોકોને ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે અને તેમાં ઉન્નતિ માટે હવે વધુ ઉપગ્રહો મોકલવાની તૈયારી ચાલી રહી છે. તેની કંપની સ્પેસએક્સ દ્વારા અવકાશમાં ઉપગ્રહોનો સમહુ મોકલ્યો છે તેને સ્ટારલિંક (Starlink) કહેવાય છે.

ઉપગ્રહો દ્વારા ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવા માટેની મહત્ત્વકાંક્ષી યોજના અન્વયે અત્યાર સુધી ૨૭૦૯ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકી દેવાયા છે તથા આવા હજારો ઉપગ્રહોનું ઝાળું બનાવવાની યોજના છે. આ બાબતે વધુ માહિતી આપતાં ગોરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ આવા જ બીજા ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા માટેનું કાઉન્ટડાઉન ચાલુ છે. ત્યારે આગામી એકાદ બે દિવસમાં બીજી ઊડતી ટ્રેનો જોવા મળવાની સંભાવના નકારી શકાય નહીં. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં આકાશમાંથી ગોળા વરસ્યા હતા. આકાશમાંથી એક જ પ્રકારના ગોળા અલગ અલગ વિસ્તારોમાં પડ્યા હતા. ખેડાની આસપાસના વિસ્તાર તથા વડોદરામાં અવકાશી ગોળા પડ્યા હતા. તે ઉપગ્રહોનો કાળમાળ હોવાનું કહેવાયુ હતું.

Most Popular

To Top