ગાંધીનગર(Gandhinagar) : રાજ્યના સરહદી જિલ્લા કચ્છ (Kutch) માટે નર્મદાના (Narmada) વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના (Water) ઉપયોગ માટે ફેઝ-૧ના (Fase-1) કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કામો સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા મંજૂર કરાયા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન (Pipeline) દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે.
- પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું આયોજન
- તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે
કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે.આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહિ, અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે. નર્મદાના આ વધારાના પાણી જે ચાર લિન્ક મારફતે ૩૮ જેટલી નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓમાં પહોચાડવાના છે તે ચાર લિન્કમાં ૭ર.૪૬ કિ.મી ની સારણ લિન્ક, ૧૦૬.૦ર કિ.મીટરની સઘર્ન લિન્ક તથા ૧૦૭ કિ.મી.ની નોર્ધન લિન્ક અને પર.પ૦ કિ. મીટરની હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્કનો સમાવશે થાય છે.