હથોડા: પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કોસંબા રેલવે સ્ટેશનને (Kosamba Railway Station) કલરકામ તથા વિવિધ સાંસ્કૃતિક ચિત્ર દ્વારા સુશોભિત (Decorating) કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ ગુજરાતર સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડના માલિક દિનેશકુમાર ગુપ્તા તેમનાં પત્ની કવિતા ગુપ્તા તથા પ્રગતિ ગ્લાસના સંપૂર્ણ સ્ટાફ દ્વારા અંદાજે 4 લાખ કરતાં વધુ રકમથી કોસંબા રેલવે સ્ટેશનનું કલરકામ (Coloring) તથા વિવિધ સાંસ્કૃતિક ચિત્ર દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ ગુજરાત સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે કરાયું હતું. કોસંબા રેલવે સ્ટેશન સુંદર સાંસ્કૃતિક ચિત્રનું પેઇન્ટિંગ કરવાના કારણે સ્ટેશન સુશોભિત થઇ ગયું હતું.
- ચાર લાખના ખર્ચે કલરકામ તથા વિવિધ સાંસ્કૃતિક ચિત્ર થકી સુશોભન, પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે લોકાર્પણ
- કોસંબા રેલવે સ્ટેશનને રંગરોગાન કરાયું, હવે સાંસ્કૃતિક ચિત્રોની ઝાંખી પણ જોવા મળશે
મહિલા અને પુરુષોના વેઇટિંગ રૂમમાં પણ સુંદર ચિત્રોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે વેઇટિંગ રૂમમાં બેઠેલા મહિલા અને પુરુષોને આરામદાયક વાતાવરણ મળી રહે. આ પ્રસંગે કોસંબા પંચાયત તથા તરસાડી નગરપાલિકાના પદાધિકારીઓ તથા રેલવેના અધિકારીઓ તથા આજુબાજુના ઉપસ્થિત રહ્યા હતા. ભૂતકાળમાં પણ પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ તરફથી તરસાડી નગરને સેવાકીય લાભો જેવા કે સ્મશાનનું રિનોવેશન કરાયું હતું. તરસાડી નગરને શબવાહીની આપવામાં આવી હતી. જેની અંદાજિત રકમ 15 લાખ રૂ. તથા 14 લાખની રકમની એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં તરસાડી તથા કોસંબા વિસ્તારના ગરીબ લોકોને સતત બે મહિના સુધી અનાજનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં ઓક્સિજન ન હોવાથી મફત ઓક્સિજન સિલિન્ડરની સેવા પૂરી પાડવામાં આવી હતી.