ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભા ચુંટણી(Election)ની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં પહેલી અને 5મી ડીસેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદારો મતદાન કરશે. જ્યારે 4.6 લાખ નવા મતદારો છે. આ વખતે ગુજરાતમાં 51782 મતદાન મથકો હશે. આ વખતે પણ ગુજરાતમાં બે તબક્કામાં ચુંટણી યોજાશે. ત્યારે તમારા શહેરમાં કયારે મતદાન થશે તે જાણો
પ્રથમ તબક્કામાં આ શહેરોમાં યોજાશે મતદાન
કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર
બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
બીજા તબક્કામાં આ શહેરોમાં યોજાશે મતદાન
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર
એક જ મતદાતા માટે 15 લોકોની ટીમ
ગજરાતનાં ગીર સોમનાથમાં એક એવું મતદાન મથક છે કે જેમાં માત્ર એક જ મતદાતા છે. ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે, જ્યાં 100 ટકા મતદાન થાય છે. એટલું જ નહિ એક બૂથમાં એક જ મતદાતા કરે છે મતદાન. એ મતદાન મથક છે ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનું બાણેજ મતદાન મથક. લોકશાહીનાં સૌથી મોટા દેશ ગણાતા ભારત દેશમાં એક મત માટે ચૂંટણી પંચ ગાઢ જંગલમાં આખે આખું મતદાન મથક ઉભું કરે છે. આ વખેત પણ અહિયાં એક વ્યક્તિનો વોટ લેવા માટે 15 લોકોની ટીમ મોકલાશે.
સિનિયર સિટીઝનો માટે પોસ્ટલ બેલેટની સુવિધા
80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાન મથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે. 4.08 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા- પીડબ્લ્યુડી અને 80થી વધુ વયના મતદારો માટે પીડબ્લ્યુડી એપ પર બુકિંગ કર્યે વિશેષ સુવિધા મતદાન મથકે મળી શકશે. ગુજરાતમાં 9.89 લાખ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીનું પરિણામ એક સાથે જ
આ અગાઉ ગઈ તા. 14મી ઓક્ટોબરે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આમ બંને પ્રદેશોનું પરિણામ એક જ દિવસે જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં 55 લાખ મતદારો છે. જેમાં 27 લાખ 80 હજાર પુરૂષો અને 27 લાખ 27 હજાર મહિલાઓ ભાગ લેશે. ચૂંટણીમાં સામેલ સેવા કર્મચારીઓની સંખ્યા 67 હજાર 532 હશે. આ સિવાય PWD 56,001 હશે. આ સિવાય 80 વર્ષથી વધુ ઉંમરના 1.22 લાખ મતદારો છે. આ સાથે 1184 એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે.