Entertainment

કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નની વિધિઓ શરૂ, વીડિયો આવ્યો સામે

મુંબઈ: ભારતીય ટીમનો (Team India) વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ટૂંક સમયમાં લગ્નના (Marriage) બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની (Sunil Shetty) દીકરી આથિયા શેટ્ટી (Athiya Shetty ) સાથે સાત ફેરા લેશે. આ લગ્ન સમારોહ આજથી (21 જાન્યુઆરી) શરૂ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહ અંતર્ગત કોકટેલ પાર્ટી, મહેંદી અને હળદર સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવશે. માનવામાં આવે છે કે આ કપલ 23 જાન્યુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લગ્નની વિધિઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે.

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ તેમના લગ્ન પહેલાની ઉજવણી કરી રહ્યા છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં કોકટેલ પાર્ટી, હળદર, મહેંદી, સંગીત સહિતની અનેક વિધિઓ થશે. અને ત્યાર બાદ 23 જાન્યુઆરીના રોજ બંને કપલ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આ લગ્ન ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો વચ્ચે જ થશે. આથિયા શેટ્ટીના પિતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી છે. લગ્નની તમામ તૈયારી તેના અને કેએલ રાહુલના પરિવાર દ્વારા કરવામાં આવી છે. જો કે પરિવાર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

રાહુલ-આથિયાના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે
આ લગ્ન વિધિ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે. આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં થશે. અહેવાલ મુજબ શનિવારથી લગ્ન પહેલાના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. આ લગ્નમાં ફક્ત ખૂબ જ નજીકના સંબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં સજાવટ દેખાઈ રહી છે. તેમનો બંગલો રોશનીથી ઝગમગી રહ્યો છે. અનુસાર આ કપલના લગ્નમાં સલમાન ખાન, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, જેકી શ્રોફ, અક્ષય કુમારને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ પછી બીજા દિવસે એટલે કે રવિવારે (22 જાન્યુઆરી) મહેંદી અને હલદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પરિવારના નજીકના સંબંધીઓ જ સામેલ થશે. તો પછીનો દિવસ એટલે કે સોમવાર (23 જાન્યુઆરી) કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે બંને લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ ભાગ લેશે.

આ ઉપરાંત, માહિતી અનુસાર, એવું પણ બહાર આવ્યું છે કે લગ્ન પછી સુનીલ શેટ્ટી અને કેએલ રાહુલનો પરિવાર બાકીના મિત્રો અને સંબંધીઓ માટે લગ્નના બે મોટા રિસેપ્શન આપશે.આ ફંક્શન મુંબઈ અને બેંગ્લોરમાં યોજાશે. જેમાં બોલીવુડની મોટી હસ્તીઓ સહિત ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને બોલાવવામાં આવશે.

Most Popular

To Top