વડોદરા : કિશનવાડી નુર્મ યોજનાના આવાસો હેઠળના મકાનોમાં રહેતા સ્થાનિક રહીશોને ડરાવવા ધમકાવવાના બદઆશયથી મવાલી અને લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. જેમાં મોડી રાત્રે રપ જેટલા વાહનોની તોડફોડ અને નુકશાન કરવામાં આવ્યું હોવાની વિગતો ચર્ચાઇ રહી છે.
બાપોદ પોલીસ મથકે ઉકત બનાવ અંગે અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. નવા પોલીસ કમિશ્નર તરીકે શમશેર સીંગે પદભાર સંભાળી લેતા બુટલેગરો અને ગુંડા મવાલી તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. દરમ્યાનમાં શિનવાડી નર્મ આવાસના મકાનોમાં રહેતા ગુંડા અને મવાલી તત્વોએ બાથ ઉચડ્યું હોવાની માહિતી બહાર આવી.
કિશનવાડી આવાસ નૂર્મ આવાસ યોજના હેઠળના મકાનમાં રહેતા ઘનશ્યામભાઇ પરમારે પોલીસ મથકમાં. કરેલી અરજીમાં જણાવ્યુ હતુ કે હું ડ્રાઇવીંગનો વ્યવસાય સાથે સામાજીક કાર્યકર તરીકે અમારા વિસ્તારમાં લોકસેવા કરુ છું.
મારા વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ માથાભારે તત્વોએ અમારા આવાસ યોજનાના બ્લોક નંબર ૪૨, ૪૩, ૪૪, ૪૫, અને ૩૩માં રહેતા રહીશો પોતાના વાહનો પોતાના બ્લોક નીચે પાર્ક કરે છે. ગત મોડી રાત્રે આ વિસ્તારમાં ખાતંક મચાવનાર માથાભારે તત્વોએ ૨૨ ટુવ્હીલર તેમજ ત્રણ ઓટોરીક્ષા અને છેક છોટાહાથથી ટેમ્પોને નુકશાન પહોંચાડ્યું હતું.
તેમજ ધારદાર હથીયારથી વાહનોના સીટ કવરો તેમજ રિક્ષાના ટોપ હુડ ફાડી નાખી ભારે નુકશાન પહોંચાડ્યું હતું. આ અંગે અમે અલગ અલગ રહીએ આ અગાઉ પર પોલીસમાં જાણ કરી છે તેમ છતાં આ માથાભારે તત્વો સામે કોઇ કામગીરી ન થતાં નિર્દોષ રહીશોને ત્રાસ સહન કરવાનો વારો આવી રહ્ના છે.