Gujarat

પ્રેમ સંબંધ રાખનાર યુવકના ગુપ્તાંગ પર લાતો મારી હત્યા

પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર લાતો મારી યુવાન ને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરિયાદ વડું પોલીસ મથકે નોંધવા પામી છે. વડુ પોલીસે હત્યા સંદર્ભે 4 સામે ગુનો નોંધી અટકાયત કરી કોવીડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ગુન્હા ની વધુ તપાસ હાથ ધરી છે. ગુન્હા સંદર્ભે પોલીસે એફ.એસ.એલ તેમજ ડોગ સ્કોર્ડ ની પણ મદદ લેવામાં આવી હતી. ઉક્ત બનાવ ને પગલે પોલીસ ના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતા.

મળતી વિગત મુજબ પાદરા ના ચોકારી ગામે યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી યુવકના ઘરે જઈ મારા મારી કરી ફેટ પકડી યુવક ને મારી નાખવાના ઈરાદે અપહરણ કરી પ્રેમી યુવતીના ઘર પાસે લઇ જઈ પ્રેમી યુવક ને બંને હાથ દોરી બાંધી ઝાડ સાથે બાંધી દઈ ચાર ઈસમો દ્વારા લાકડીઓ તથા ગુપ્ત ભાગે તેમજ શરીર પર આડેધડ માર મારી યુવકનું મોત નીપજાવેલ હોવાની ફરિયાદ મૃતક યુવક ની બેન રમીલાબેન જશુભાઈ રાવળે નોંધાવી છે.

પોલીસે મૃતક યુવાન ની બહેન ની ફરિયાદના આધારે યુવક ની ડેડ બોડી ની પી.એમ સહીત ની કાર્યવાહી કરી ચાર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૧.કિરણભાઈ કાળીદાસ માળી, ૨. મોહનભાઈ બેચરભાઈ માળી, ૩ .રમેશભાઈ મોહનભાઈ માળી, ૪. કાળીદાસ મોહનભાઈ માળી  – તમામ રહેવાસી : મુ.પો.ચોકારી, તા.પાદરા નાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયત કરી વધુ તપાસ આરંભી છે .

ચોકારી ગામ માં પ્રેમ પ્રકરણ માં યુવાન ને તેના ઘર થી અપહરણ કરી તાલિબાની સજા આપતા હોય તેવા વીડિયો વાઇરલ થયો હતો જેમાં યુવતી ના પરિજનોએ યુવાન ને તેના ઘરે થી ઉઠાવી જઈને ઝાડ સાથે બાંધી ને તેને લાકડીઓ માર મારતા હોવાના વીડિયો વાયરલ થયો હતો જે બાદ યુવાન ઘાયલ થયો હતો જેનું મોત નિપજ્યું હતું અને સમગ્ર ઘટના સામે આવી હતી તેમ જાણવા મળેલ છે.

Most Popular

To Top