કિકુ શારદા ઘણા સમયથી કપિલ શર્મા સાથે તેમના કોમેડી શોમાં કામ કરી રહ્યા છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પણ કિકુ પોતાના અલગ અલગ અવતારથી ચાહકોના દિલ જીતી રહ્યા છે. જોકે, થોડા દિવસો પહેલા સેટ પરથી કિકુનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમની અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નહોતું કે તે ગંભીર ઝઘડો હતો કે કોઈ સિક્વન્સનો ભાગ હતો. હવે સમાયાર આવી રહ્યા છે કે કિકુ એક નવા શોમાં જોવા મળશે.
બોલિવૂડ અભિનેતા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર કીકુ શારદા આ દિવસોમાં સતત ચર્ચામાં છે. સાંભળવા મળે છે કે અભિનેતાએ કપિલ શર્માના પ્રખ્યાત શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ છોડી દીધો છે. અભિનેતા હવે પોતાની કોમેડી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકતા અને નવી જગ્યાએ પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિકુ શારદાએ હવે એક નવી રિયાલિટી શ્રેણી “રાઇઝ એન્ડ ફોલ” માટે હાથ મિલાવ્યા છે. આ શોમાં ડ્રામા, સ્ટ્રેટેજી અને ઘણા ટ્વિસ્ટ જોવા મળશે. “રાઇઝ એન્ડ ફોલ” આ અઠવાડિયે બુધવારથી શરૂ થઈ ગયો છે.
કિકુ શારદાએ કપિલ શર્માનો શો જે હવે નેટફ્લિક્સ પર છે, “રાઇઝ એન્ડ ફોલ” માટે અધવચ્ચે છોડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે “રાઇઝ એન્ડ ફોલ” એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. આ સીરિયલ નેટફ્લિક્સ માટે પણ મોટી સ્પર્ધા સાબિત થઈ શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શાર્ક ટેન્ક ઈન્ડિયા સ્ટાર અશ્નીર ગ્રોવર માત્ર ‘રાઈઝ એન્ડ ફોલ’ ના હોસ્ટ જ નથી, પરંતુ તે આ શોમાં નિર્ણયો લેતા પણ જોવા મળશે. અહેવાલો અનુસાર, આ સિરિયલ માટે અશ્નીરે પોતે સ્પર્ધકોની પસંદગી કરી છે. હવે ચાહકો પણ આ નવા શોમાં કિકુ શારદાને પોતાની પ્રતિભા બતાવતા જોવા માટે ઉત્સુક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે “રાઈઝ એન્ડ ફોલ” હવે 6 સપ્ટેમ્બરથી પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે.