Entertainment

KGFના આ અભિનેતાને થયું કેન્સર, સારવાર માટે પૈસા નહીં હોય તેથી સોજો છુપાવવા દાઢી વધારી

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film Industry) છેલ્લા બે વર્ષથી રોકિંગ સ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ (Blockbuster Film) KGF ચેપ્ટર 2માં (KGF Chapter 2) જોવા મળેલા એક્ટર હરીશ રાયે (Actor Harish Raye) એક મોટો ખુલાસો કર્યો છે. હરીશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરનો (Throat Cancer) સામનો કરી રહ્યો છે. કન્નડ સિનેમાના જાણીતા અભિનેતા હરીશ રાયે પણ કહ્યું હતું કે તેઓ KGF 2 ના શૂટિંગ દરમિયાન આ મોટી બીમારીનો સામનો કરી રહ્યા હતા. ગળાના સોજાને છુપાવવા તેણે દાઢી વધારી હતી.

હરીશ ત્રણ વર્ષથી કેન્સરથી પીડિત છે
એક ઈન્ટરવ્યુ આપતી વખતે હરીશ રાયે પોતાની બીમારી વિશે વાત કરી. તેણે કહ્યું, ‘ક્યારેક સંજોગો તમારા માટે દયાળુ હોય છે અને કયારેક તે તમારી પાસેથી તમારી વસ્તુઓ પણ છીનવી લે છે. કિસ્મતથી કયારે બચી નથી શકાતું. તેમણે કહ્યું કે હું છેલ્લા ત્રણ વર્ષથી કેન્સરથી પીડિત છું. અને આ જ કેન્સરના કારણે મેં મોટી દાઢી રાખી હતી અને KGFમાં કામ કરતી વખતે મોટી દાઢી રાખવાનું એક કારણ પણ કેન્સર જ હતું. કેન્સરના કારણે મારું ગળું સોજી ગયું હતું. જેને છૂપાવા માટે મેં મોટી દાઢી રાખી છે.’

પૈસાના કારણે સારવાર કરાવવામાં મોડું થયું
તેણે વધુમાં જણાવ્યું કે પૈસા ન હોવાના કારણે તેણે તેની કેન્સર સર્જરીમાં વિલંબ કર્યો હતો, પરંતુ હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હરીશે કહ્યું, ‘મેં મારી સર્જરી થોડા સમય માટે મુલતવી રાખી હતી, કારણ કે અગાઉ મારી પાસે તેના માટે પૂરા પૈસા નહોતા. હું ફિલ્મોની રિલીઝની રાહ જોતો હતો. હવે હું કેન્સરના ચોથા સ્ટેજ પર પહોંચી ગયો છું અને સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

લોકો પાસે મદદ માંગવા વીડિયો પણ બનાવ્યો હતો પરંતુ
હરીશ રાયનું કહેવું છે કે તેણે પોતાના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ માંગવા માટે એક વીડિયો પણ બનાવ્યો હતો. પરંતુ તે તેને પોસ્ટ કરવાની હિંમત ન કરી શક્યો. અને તેણે પોતોની સારવારમાં વિલંબ કરી દીધો હતો,. આના કારણે હરીશ કેન્સરના ચોથા સ્ટેજ પર પહોંચી ગયો હતો.

KGF1-2માં કાસિમ ચાચનું પાત્ર ભજવ્યું હતું
KGF અને KGF ચેપ્ટર 2 ફિલ્મોમાં હરીશ રાયે કાસિમ ચાચાની ભૂમિકા ભજવી હતી. રોકીના પિતા જેટલું જ મહત્વનું કાસિમના પાત્રનું છે, જે તેને ઉછેરવામાં મદદ કરે છે. આ ફિલ્મ ભારતની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. 2018 માં, ફિલ્મનો પહેલો ભાગ આવ્યો, જેણે થિયેટરોમાં ધૂમ મચાવી. KGF ચેપ્ટર 2 એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 1200 કરોડની કમાણી કરી, ઘણા મોટા રેકોર્ડ તોડ્યા અને નવા રેકોર્ડ બનાવ્યા. ડાયરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મે પણ એસએસ રાજામૌલીની આરઆરઆરને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. યશની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 860 કરોડની કમાણી કરી હતી, જેમાં હિન્દી વર્ઝને રૂ. 435 કરોડની કમાણી કરી હતી. અભિનેતા હરીશ રાય છેલ્લા 25 વર્ષથી કન્નડ સિનેમાનો ભાગ છે. કેજીએફ ફ્રેન્ચાઇઝી સિવાય, તેણે બેંગ્લોર અંડરવર્લ્ડ, દન દાના દન અને નન્ના કનાસીના હૂવે ફિલ્મોમાં કામ કર્યું છે.

Most Popular

To Top