National

કેજરીવાલ મફતમાં અનાજ વહેંચવા નીકળ્યા પણ, હાઈકોર્ટે કહ્યુ- તેઓ કેન્દ્ર સરકારનું અનાજ નહી વાપરી શકે

નવી દિલ્હીઃ દિલ્હી(Delhi) સરકાર(Government)ની ‘મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના’ મુશ્કેલીમાં મુકાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટે આ યોજનાને પડકારતી દિલ્હી સરકારના રાશન ડીલર્સ એસોસિએશનની અરજીઓને મંજૂરી આપી છે. ગુરુવારે જાહેર કરાયેલા આ નિર્ણય બાદ હવે કેજરીવાલ સરકારની રાશનની ઘરઆંગણે ડિલિવરી સંબંધિત યોજના હાલમાં દિલ્હીમાં લાગુ કરવામાં આવશે નહીં. દિલ્હી સરકારે ગયા વર્ષે 25 માર્ચે સંબંધિત યોજનાને લાગુ કરવાની તૈયારી કરી હતી. જો કે આ પહેલા પણ કેન્દ્રએ 19 માર્ચે તેમને પત્ર મોકલીને વાંધો ઉઠાવ્યો હતો.

‘મુખ્યમંત્રી’ શબ્દના ઉપયોગ સામે વાંધો
પહેલો વાંધો યોજનાના નામમાં ‘મુખ્યમંત્રી’ શબ્દના ઉપયોગ સામે હતો. કેન્દ્રએ કહ્યું કે રાશનનું વિતરણ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ કરવામાં આવે છે. બીજું, તેણે દલીલ કરી હતી કે NFSAમાં કોઈપણ ફેરફાર માટે કાયદામાં ફેરફારની જરૂર પડશે અને માત્ર સંસદને જ તે કરવાનો અધિકાર છે. પરિણામે, યોજનાને લઈને એક જ શહેરમાં બે સરકારો સામસામે આવી. કેન્દ્રએ યોજનાના અમલીકરણનો વિરોધ કરતા કહ્યું કે તે NFSA ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અને તેના અમલીકરણથી દિલ્હીમાં રહેતા સ્થળાંતર કરનારાઓને રાશનથી વંચિત કરવામાં આવશે.

સરકારનો બ્લેક માર્કેટિંગ પર અંકુશ લગાવવાનો દાવો
બીજી તરફ, દિલ્હી સરકારે બ્લેક માર્કેટિંગ પર અંકુશ લગાવવાનો દાવો કર્યો અને કહ્યું કે આનાથી રાશન માફિયાઓનો અંત આવશે અને રાશન સીધું લાભાર્થી સુધી પહોંચશે. રાશન ડીલરોનું એક યુનિયન આ મુદ્દે બંને સરકાર વચ્ચે હાઈકોર્ટ પહોંચ્યું હતું. તેમણે દિલ્હી સરકારની સંબંધિત યોજનાને તેના અધિકારક્ષેત્રની બહાર ગણાવી હતી.

SCએ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો
મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના વચગાળાના આદેશમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, દિલ્હી હાઈકોર્ટે આ મામલે વચગાળાનો આદેશ જારી કરીને દિલ્હી સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો, જે હેઠળ તેને ઘરઆંગણે ડિલિવરી પસંદ કરનારા રાશન ડીલરોને રાશન ન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top