વડોદરા : શ્રાવણ માસના છેલ્લા સોમવારે વડોદરા શહેરમાં નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરાના નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ કાવડયાત્રા યોજી શકાય ન હતી.જ્યારે હાલ કોરોના નબળો પડ્યો છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવતા હવેથી તમામ તહેવારો ઉત્સાહભેર મનાવી રહ્યા છે.ત્યારે વડોદરામાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં 300 થી વધુ કાવડયાત્રીઓ જોડાયા હતા.સમગ્ર રાજમાર્ગો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મેયર સહિતના પદાધિકારીઓની સાથે સાથે સતત નવમાં વર્ષે આયોજિત આ કાવડ યાત્રામાં શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.13 ફૂટ ઊંચી આદિ યોગીની પ્રતિમા સાથે નીકળેલી કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે કાવડયાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.કાવડયાત્રામાં સમિતિના અગ્રણી નીરજ જૈન સહિતના મહાનુભાવો જોડાયા હતા