Vadodara

સામે ઉનાળે સભામાં ‘કાશ્મીર હમારા હૈ નારા લાગ્યાં’

વડોદરા : પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસે પ્રાથમિક સુવિધાને લગતી સમસ્યાઓની ચર્ચા કરી હતી. શહેરમાં રોડ ,રસ્તા, પીવાનું પાણી, ડ્રેનેજ, વરસાદી ખુલ્લી કાશ, સહી પ્રજાલક્ષી મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેના બદલે ભાજપે મુદ્દો ડાયવર્ટ કરી કાશ્મીર બાજુ લઈ ગયા હતા શહેરની સમસ્યાઓનું નિરાકરણ કાશ્મીર ફાઈલ જોવાથી પૂરું થવાનું નથી. ભાજપના સભાસદોએ કાશ્મીર હમારા હે ના નારા લગાવ્યા હતા. મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે પાલિકા ખાતે મળી હતી. જેમાં કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલાએ પાલિકાની સ્કાડા સિસ્ટમ ફેલ ગઈ છે. પાલિકાએ પ્રથમ ફેઝમાં 25 કરોડ ને બદલે 38 કરોડ ખર્ચ્યા. બીજા ફેઝમાં 125 કરોડ ખર્ચ્યા પરંતુ પાણી લીકેજ શોધી શકતો નથી. પાણીનો વેડફાટ થઈ રહ્યો છે શહેરમાં પાણીની ટાંકીઓ આવેલી છે તેના આજુબાજુના વિસ્તારમાં પાણી મળતું નથી પાણીનું લીકેજ અને ભંગાળ પાલિકાને ખબર પડતી નથી. અને હજુ સુધી ૨૧ મહિના થઇ ગયા છતાં પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. ૪૫ ટકાથી વધુ કામગીરી બાકી છે ઉનાળાનો સમય આવી રહ્યો છે અને પાણીની માંગ વધશે જે જવાબદાર અધિકારીઓને બોલાવીને કામગીરી જલ્દી કરવામાં આવે.

જ્યારે કોંગ્રેસના સભાસદો પુષ્પા વાઘેલા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમી રાવત અને જવાબ ભરવા શહેરમાં નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓની સામાન્ય સભામાં ચર્ચા કરી રહ્યા હતા.ત્યારે સભાસદ અલ્પેશ લીમ્બાચીયા, નિલેશ રાઠોડ સહિત અનેક સભાસદોએ પ્રાથમિક સુવિધાઓની ચર્ચાઓને બદલે મુદ્દો કાશ્મીર ફાઇલ બાજુ કરી મેયરની આગેવાનીમાં ૭૬ સભાસદોએ મુવી જોવા જવું જોઈએ. આખો મુદ્દો કાશ્મીર બાજુ લઈ ગયા હતા. કોંગ્રેસના સભ્યોએ તે વખતે ભાજપનું શાસન હતું તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 15ના આશિષ જોશીએ એક મહિનાથી ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ થયો નથી તેવી રજૂઆત કરતાં કમિશ્નરે પાંચ દિવસમાં નિકાલ કરાશે. જ્યારે શ્રીરંગ આયરે એ કોર્પોરેશનમાં સમાવી થયેલા વિસ્તારોમાં સ્મશાન ,તળાવ સહિત પ્રાથમિક સુવિધા મળી રહે, પંચવટી અને ઉન્ડેરા માં આવેલી ખુલ્લી વરસાદી કાંસમાં ફેન્સીગ કરવાની રજૂઆત કરી હતી.

ટીપી પાડી રોડ બનાવવામાં આવે તો વિસ્તારનો વિકાસ થાય
પુષ્પા વાઘેલાએ જંગલ વિસ્તારમાં પાલિકા દ્વારા 70 લાખનો રોડ બનાવી દેવામાં આવ્યો છે. જ્યારે અમી રાવતે તે કીધું હતું કે રોડ કાયદેસર છે કે ગેરકાયદેસર બનાવવામાં આવ્યો છે તે મહત્વનું નથી પરંતુ ઇન્સ્ટ્રક્ટર કર્યા વગર રોડ બનાવો જોઈએ નહીં. ત્યારે શાસક પક્ષના પરાક્રમસિંહ જાડેજા જણાવ્યું હતું કે રોડ જે બનાવવામાં આવ્યો છે તે કાયદેસર બનાવવામાં આવ્યો છે. અને જો તપાસ કરવામાં આવશે અને રોડ ગેર કાયદેસર હશે તો તેના પૂરા પૈસા ભરવાની વાત કરી હતી. કાયદેસર ટીપી પાડવામાં આવી છે. ટીપી પાડી રોડ બનાવવામાં આવે તો વિસ્તારનો વિકાસ થાય.

ઇન્ડસ્ટ્રીઝના લાયસન્સ રદ કરી આગોતરું આયોજન કરવું જોઈએ
કોંગ્રેસના અમી રાવતે સામાન્ય સભામાં રજુઆત કરી હતી કે વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી હતી. નંદેસરી ઈન્ડસ્ટ્રીઝમાં પાણીના સેમ્પલ લીધા તેમાં પીળું પાણી આવ્યું હતું અને કેમિકલ યુક્ત પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવે છે. અમાસ અને પૂનમની જ્યારે ભરતી આવે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ દ્વારા તેમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેથી કેમીકલ યુક્ત પાણી મહીસાગર નદીમાં જાય છે. સિંધરોટમાં જે કામગીરી ચાલી રહી છે તો તેમાંથી કલર વાળું પાણી નીકળશે. જે શહેરના નાગરિકોને પાણી મળશે જેમાં કેમિકલયુક્ત પાણી છે. કેન્સર જેવા રોગો થાય અને શહેરના નાગરિકો માટે હાનિકારક છે. જેથી તંત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ના લાયસન્સ રદ્ કરવા જોઈએ અને આગોતરું આયોજન કરવું જોઈએ.

Most Popular

To Top