National

કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ: કાશ્મીરી પંડિતની ગોળી મારી હત્યા

જમ્મુ: દક્ષિણ કાશ્મીરના (Kashmir) શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ (Terrorist) એક કાશ્મીરી પંડિતને (Kashmiri Pandit) ગોળી (Firing) મારીને ઘાયલ કરી હતી. ઈજાગ્રસ્ત કાશ્મીરી પંડિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. શોપિયાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટને ગોળી મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. ત્યારબાદ આતંકીઓ ભાગી ગયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કાશ્મીરી પંડિત પૂરન ભટ્ટને હોસ્પિટલમાં જીવનની લડાઈ હારી ગયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે.

જો કે અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી, તેથી પોલીસને પણ ખબર નથી કે આ ટાર્ગેટ કિલિંગ કયા સંગઠને કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટને ગોળી મારી દીધી હતી. શોપિયાંના ચૌધરી ગુંડમાં એક બગીચો રોપવા જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ વર્ષે ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થયો છે
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે. 12 મેના રોજ બડગામ જિલ્લામાં મહેસૂલ વિભાગના અધિકારી પર આતંકવાદીઓએ ગોળી મારી હતી. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું.

મહિલા શિક્ષકની ગોળી મારી હત્યા
31 મેના રોજ, કુલગામમાં, આતંકવાદીઓએ મહિલા શિક્ષિકા રજનીબાલાની ગોળી મારીને હત્યા કરી હતી. તે સાંબાની રહેવાસી હતી. કુલગામના ગોપાલપોરામાં તેની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. ફાયરિંગ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

2જી જૂને બેંક મેનેજર પર ફાયરિંગ
2 જૂને આતંકવાદીઓએ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી કુલગામમાં એક બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થયું હતું. વિજય કુમાર કુલગામના મોહનપોરામાં દેહાતી બેંકમાં તૈનાત હતા. ટાર્ગેટ કિલિંગની આ ઘટનાઓને અંજામ આપનારા મોટાભાગના આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.

Most Popular

To Top