National

કર્ણાટક: હાવેરીમાં RSS કાર્યકર્તાઓ પર હુમલાના આરોપમાં 20 મુસ્લિમ યુવકોની ધરપકડ, સુરક્ષા સઘન

કર્ણાટકના (Karnataka) હાવેરી શહેરમાં આરએસએસ (RSS) કાર્યકર્તાઓ પર હુમલાના મામલે 20 મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક આરએસએસ નેતા ગુરુરાજ કુલકર્ણી અને તેમના ત્રણ સહયોગીઓ મંગળવારે રાત્રે આંદોલનનો (Movement) માર્ગ નક્કી કરવા માટે કારમાં (Car) જઈ રહ્યા હતા. રતિહલ્લી વિસ્તારમાં રસ્તા પર ઉભેલા મુસ્લિમ યુવકો સાથે તેમની બોલાચાલી થઈ હતી અને તરત જ અન્ય મુસ્લિમ છોકરાઓ પણ ત્યાં આવી ગયા હતા અને આ ચાર લોકો પર હુમલો કર્યો હતો.

પોલીસનું કહેવું છે કે ગુરુરાજને માથા પર પથ્થર વડે મારવામાં આવ્યો હતો અને જ્યારે બાકીના કાર્યકર્તાઓ ભાગવા લાગ્યા ત્યારે તેઓને દોડીને પકડી લેવાયા હતા. દરમિયાન પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ તમામ આરએસએસ કાર્યકરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ગુરુરાજ કુલકર્ણીની ફરિયાદ પર પોલીસે સ્થાનિક અંજુમન કમિટીના પ્રમુખ સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

કર્ણાટકના ચિક્કમગલુરુમાં RSS કાર્યકરને ધમકી આપવામાં આવી હતી
જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના ચિક્કમગલુરુ જિલ્લામાંથી RSS કાર્યકરને ધમકાવવાનો મામલો સામે આવ્યો હતો. અહીં આરએસએસ ધર્મ જાગરણના જિલ્લા સંયોજક ડો. શશિધરની કાર પર કેટલાક અજાણ્યા બદમાશોએ ‘કિલ યુ જેહાદી’ લખ્યું હતું. જેના પછી કદૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ જ ઘટનાના બે દિવસ પહેલા તમિલનાડુના તાંબરમ જિલ્લાના ચિતલાપક્કમ વિસ્તારમાં RSSના કાર્યકર્તાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

Most Popular

To Top