વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં પાણીપુરીની લારી ચલાવતા વેપારીની દીકરી વડોદરા રહેતી હતી ત્યારે સ્થાનિક આદિત્ય રાઠોડ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન યુવક સગીરાના કપલ બોકસમાં લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. દિન પ્રતિ દિન વધતા પેટને લઇને અમદાવાદમાં ડોક્ટરને બતાવતા યુવતી ગર્ભવતિ હોવાનું માલૂમ પડ્યું હતું. સગીરાના માતા અમદાવાદ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના વડોદરામાં બની હોવાથી ઝીરો નંબરથી કારેલીબાગ પોલીસને ્ટ્રાન્સફર કરી હતી.
વડોદરા ખાતેથી 3 અપ્રિલના રોજ મહિલા પોતાના પતિ તથા બાળકો સાથે અમદાવાદ ખાતે રહેવા માટે ગઇ હતી. તેના પતિ પાણીપુરીની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અઢીથી ત્રણ મહિલા પહેલા તેમની 17 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. તે દરમિયાન પુત્રીને પગમાં સોજા આવી ગયા હતા અને શરીરમાં કમજોરી આવી ગઇ હતી. જેથી તેઓ તેને પ્રથમ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવામાં આવી ત્યારે તેને લોહી ઓછુ ચડાવવુ પડશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ 10 જૂનના રોજ દીકરીને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે ડોક્ટર સગીરાનું પેટ જરૂર કરતા મોટુ દેખાતું હોય સોનોગ્રાફી કરવી પડશે પરંતુ તેમની સાથે દોઢ વર્ષનુ બાળકો હાવાથી સગીરાને ઘરે લઇ ગયા હતા પરંતુ ઘરે તેને અસહ્ય દુખાવો થયો હતો. જેથી ફરીથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.
જેમાં પ્રથમ સગીરાના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાઇ હતી. દરમિયાન ડોક્ટરે સગીરાના તપાસ કરતા પ્રેગનન્ટ હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટની કાર્યવાહી ચાલુ હતી દરમિયાન સગીરા વોશરૂમમાં જતા રાત્રે સગીરાએ બાળકનો જન્મ થઇ ગયો હતો. નવજાત શિશુને હાજર ડોક્ટરે તપાસ કરતા મરણ જાહેર કર્યું હતું. ત્યારબાદ માતા-પિતો સગીરાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે જ્યારે 2022માં જ્યારે આપણે વડોદરા રહેવા માટે ગયા હતા. ત્યાં તેને એક આદિત્ય રાઠોડ નામના યુવક સાથે સંપર્ક થયો હતો.
બંને આખો મળી જતા સગીરા અને યુવક વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેથી યુવક સગીરાના ફરવાના બહાને કપલ બોક્સમા લઇ ગયો હતો ત્યાં તેને સાથે શરીર સંબંધ બાધ્યા હતા. પરંતુ બદનામીના ડરથી સગીરાના વાત માતા-પિતાથી છુપાવી હતી. હાલમાં માતાએ પુત્ર સાથે શરીર સંબંધ બાંધનાર આદિત્યા રાઠોડ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે સગીરાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપતા માતાએ ત્યાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વડોદરામાં સગીરા પર દુષ્કર્મ ગુજારાયુ હોવાથી પોલીસે ફરિયાદ ઝીરો નંબરથી વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરતા પોલીસે ઇપીકો 376 તથા પોક્સોની કલમ 4,6 તથા 12 મુજબ યુવક સામે ગુનો દાખલ કર્યો છે.
સગીરા બાથરૂમમાં ગઇને ત્યાં જ પ્રસૂતિ થઇ ગઇ, બાળક મૃત જાહેર
સગીરાની તબિયત લથડતી હોવાથી માતા પિતા સારવાર માટે અલગ અલગ હોસ્પિલોમાં ફર્યા હતા. પરંતુ આખરે સિવિલ હોસ્પિટલમાં સગીરાના ગર્ભવતિ હોવાનું માલૂમ પડ્યુ હતું. હજુ રિપોર્ટની કાર્યવાહી ચાલુ હતી દરમિયાન સગીરા બાથરૂમમાં જતા ત્યાં બાળકનો જન્મ થઇ ગયો હતો. પરંતુ હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
શહેરમાં હજુ ધમધમતા કપલ બોક્સ
શહેરના વિવિધ વિસ્તારમાં કપલ બોક્સ બિન્દાસ્ત રીતે ધમધમી રહ્યા છે. આ કપલ બોક્સ સામે છાશવારે કાર્યવાહી તો કરતી હોય છે. તેમ છતાં જાણે સંચાલકોને પોલીસનો કોઇ ડર ન હોય તેમ કપલ બોક્સ ધમધમી રહ્યા છે. વેપારીને દીકરીને કપલ બોક્સમાં લાવ્યા બાદ તેના પર દુષ્કર્મ ગુજારાયું હતું. ત્યારે અન્ય કોઇ યુવકી સગીરા દુષ્કર્મનો ભોગ ન બને માટે આવા કપલ બોક્સ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.