કામરેજ: (kamrej) વેલંજા ખાતે રહેતી પરિણીતાના (Married Woman) પતિના મિત્રએ (friend) ફોન પર પરિણીતાને મેસેજ કરી હેરાન કરી રસ્તે જતાં હાથ પકડી ફોન (Phone) પર વાત નહીં કરે તો એસિડ (Acid) નાંખી ટેમ્પો ચઢાવી મારી નાંખવાની ધમકી આપતાં પરિણીતાએ પોલીસ (Police) ફરિયાદ નોંધાવી હતી.
- તું મારો ફોન નહીં ઉપાડે તો તારા પર એસિડ ફેંકી દઈશ’: પરિણીતાને પતિના મિત્રની ધમકી
- વેલંજામાં રહેતી પરિણીતાનો પીછો કરતાં પરિણીતાએ દવા પીવાની કોશિશ કરી, તો પતિના મિત્રએ માથામાં માર માર્યો
કામરેજના વેલંજા ગામે રહેતી 30 વર્ષીય નિશા (નામ બદલ્યું છે) પતિ બે સંતાન અને સાસુ-સસરા સાથે રહે છે. પતિ જી.ઈ.બી. કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. બે વર્ષ અગાઉ ધર્મેશ ધીરૂભાઈ સુતરિયા (રહે.,મકાન નં.68, રામવાટિકા સોસાયટી, વિભાગ-4, વેલંજા) સાથે મિત્રતા હોવાથી નિશાબેનના ઘરે અવરજવર રહેતી હતી. નિશાબેનના પતિની ઓફિસ વેલંજા રંગોલી ચોકડી પર હોવાથી ત્યાં પણ બેસવા જતાં હતાં. નિશાબેનના મોબાઈલ પર ધર્મેશ વોટ્સએપ પર મેસેજ મોકલી વાતચીત કરવાની કોશિશ કરી પરેશાન કરતાં અને નિશાબેનના ઘર પાસે ફળિયામાં મોટરસાઈકલ લઈ આવીને હોર્ન વગાડી હેરાન કરતો હોવાથી આ બાબતે પતિને જણાવતાં ધર્મેશે બધાની સામે માફી માંગી હતી.
પંદર દિવસ ફરી ફોન પર હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. નિશાબેનના પતિ પર પણ ફોન કરી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે સવારે નિશાબેન સવારે 11 કલાકે બાજુની સોસાયટીમાં કપડાની સિલાઈ કામ માટે જતા હતા ત્યારે ધર્મેશ મોપેડ લઈને હાથથી ઈશારો કરી હેરાન કરતાં નિશાબેને જણાવ્યું કે, હું દવા પી જવાની છું. તેમ કહેતાં હાથ પકડી હાથમાંની દવા છોડાવી માથાના ભાગે મારવા લાગ્યો હતો. તું મારો ફોન નહીં ઉપાડે તો તારા પર એસિડ ફેંકી દઈશ અને મારી પાસે ત્રણ ટેમ્પો છે, તું રસ્તામાં એકલી જશે તો તારા ઉપર ટેમ્પો ચઢાવી દઈશ તેમ કહેતાં આ બાબતે પતિ, સાસુ અને સસરાને કરી કામરેજ પોલીસમથકમાં ધર્મેશ સામે ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચમાં ગાંજો રિસીવ કરતી મહિલાની અટકાયત
ભરૂચ: એસ.ઓ.જી. પોલીસે ભરૂચ જિલ્લામાં અગાઉ ગાંજાના જથ્થામાં રિસીવર તરીકે ઝડપાયેલી મહિલાની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતાં નશાનો વેપાર કરતાં તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેમજ નાર્કોટિક્સ સહિત કેફી પદાર્થની હેરાફેરી સહિતની બાબતોમાં સંડોવણી ધરાવતા ઈસમો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને થોડા દિવસો અગાઉ ગાંજાના જથ્થામાં સંડોવણી ધરાવનાર અને રિસીવર તરીકેની ભૂમિકા ભજવનાર મહિલાની આખરે કલમ-૩ ની પેટા કલમ-(૧) મુજબ અટકાયત કરવામાં આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચ શહેરના ચિંગસપુરા, દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી અરુણાબેન જૈનેશભાઈ ઉર્ફે જીગો પટેલની અટકાયત કરી તેમને રાજકોટ મધ્યસ્થ જેલના હવાલે કરી હોવાનું સામે આવ્યું છે.