આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ અંધશ્રદ્ધાના ચક્કરમાં તેની બે પુત્રી (TWO DAUGHTERS) ની હત્યા (MURDER) કરી હતી. તેના પતિ પણ તેના કામમાં સામેલ થયા હતા. આરોપીઓએ રવિવારે રાત્રે ચિત્તૂરના મદનાપલ્લે શહેરમાં તેમના મકાનમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આજુબાજુમાં રહેતા લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ભણેલા હોવા છતાં, દંપતી અંધશ્રદ્ધામાં ફસાઈ ગયું હતું અને તેમની બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપીની ઓળખ પદ્માજા અને પુરુષોત્તમ નાયડુ તરીકે કરી છે.
મૃતકોની ઓળખ 27 વર્ષીય અલેખ્યા (ALEKHAYA) અને 22 વર્ષીય સાંઈ દિવ્યા (SAI DIVYA) તરીકે થઈ છે. કુટુંબ મદનાપલ્લેના શિવાલયમ ટેમ્પલ સ્ટ્રીટ પર રહેતા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી માતાએ તેની બંને પુત્રીઓ પર ડમ્બેલ્સ વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. આરોપી અખલ્યાની મોટી પુત્રીએ ભોપાલથી માસ્ટર ડિગ્રી મેળવી હતી, જ્યારે નાની પુત્રી સાઇ દિવ્યાએ તેની બીબીએ કરી હતી. સાઇ દિવ્યા મુંબઇની એઆર રહેમાન મ્યુઝિક સ્કૂલની વિદ્યાર્થી હતી અને લોકડાઉન દરમિયાન ઘરે પરત આવી હતી.
પોલીસ દ્વારા પડોશીઓને કહેવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પરિવારજનોએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે રાત્રે આ ઘરમાંથી બૂમો પાડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે ત્યારે આરોપી દંપતી તેમને ઘરની અંદર જ જવા દેતું ન હતું. પોલીસ જવાને અંદર જઇને આ દ્રશ્ય જોયું તો તે ચોંકાવનારું હતું. પૂજા ગૃહમાં એક યુવતીની લાશ મળી આવી હતી, જ્યારે બીજાની લાશ એક ઓરડામાં પડી હતી. બંનેના શરીર લાલ કાપડથી ઢકાયેલા હતા.
પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપી પતિ અને પત્નીની ધરપકડ કરવામાં આવી રહી હતી, ત્યારે તેમને આ ઘોર ગુના બદલ કોઈ પસ્તાવો ન હતો. જ્યારે પોલીસે તેને કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે સૂર્ય ઉગતાંની સાથે તેની બંને પુત્રીઓ જીવંત રહેશે, કેમ કે ‘કલયુગ’ સમાપ્ત થશે અને સોમવારથી ‘સતયુગ’ શરૂ થશે. દંપતીને આ મામલે પૂરો વિશ્વાસ હતો. હાલ પોલીસે આરોપી દંપતીને કસ્ટડીમાં લીધા બાદ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.