પલસાણા: (Palsana) કડોદરા ખાતે ગત રોજ રાત્રી દરમ્યાન શ્રીનીવાસ ગ્રીન સીટી ખાતે આવેલ ટોબેકોના ગોડાઉનમાં તસ્કરો (Thief) ત્રાટક્યા હતા અને શટલ નું તાળુ તોડી ગોડાઉનમાંથી ૧.૭૬ લાખના સામાનની ચોરી (Theft) કરી ભાગી છુટ્યા હતા. આ અંગે કડોદરા પોલીસે (Police) ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
- કડોદરામાં ટોબેકોના ગોડાઉનમાંથી તસ્કરો ૧.૭૬ લાખનો સામન લઇ ભાગી છૂટ્યા
- ગોડઉનમાં પાન મસાલા, તમ્બાકુ, મીઠી સોપારી, મુખવાસ તથા બીડીનો સામાન હતો
મળતી મહીતી અનુસાર પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રાધે ક્રીષ્ણા પેલેસમાં રહેતા અને મુળ રાજસ્થાનના વતની પ્રકાશભાઇ પા૨સરામ સોલંકી જેઓ કડોદરા સ્થિત શ્રીનીવાસ ગ્રીન સીટી સોસાયટી ખાતે તેમના નાના ભાઇ સાથે ટોબેકોનુ ગોડાઉન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. દરમ્યાન ગતરોજ સાંજના સુમારે ગોડાઉનનુ કામ કાજ પુર્ણ કરી તેના શટલ ને તાળુ મારી બન્ને ભાઇ તેમના ઘરે ગયા હતા. બીજા દીવસે સવારે આવી ને જોયુ તો ગોડાઉનનુ તાળુ કોઇ સાધન વડે કાપેલી હાલતમાં હતું જેને લઇ પ્રકાશભાઇએ શટલ ખોલીને ગોડાઉનમાં તપાસ કરતા તેમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. પાન મસાલા, તમ્બાકુ, મીઠી સોપારી, મુખવાસ તથા બીડીનો સામાન મળી કુલ ૧.૭૬ લાખની મત્તાની ચોરી થઇ હોવાની ફરીયાદ તેઓએ કડોદરા પોલીસ મથકે આપતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પંદર દિવસ અગાઉ પાનના ગલ્લાનુ શટરનુ તાળુ તોડી ગુટકા, સીગરેટ અને રોકડાની ચોરી કરનાર ત્રણ પકડયા
કામરેજ: પંદર દિવસ અગાઉ કામરેજ ખાતે પાનના ગલ્લાના શટરનુ તાળુ તોડી સીગરેટ, રજનીગંધા રોકડા સહિત કુલ્લે રૂ.40,000ની ચોરી કરનાર ત્રણ ઈસમને સુરત ડી.સી.બી પોલીસે પકડી પાડયા હતા.
મુળ ગીર સોમનાથ જિલ્લાના માડીયા હાટીના વતની અને હાલ કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં આવેલી અવતિંક સોસાયટીમાં મકાન નંબર 52 માં ધર્મેન્દ્ર અમૃતલાલ ડઢાણીયા રહે છે. કામરેજ ચાર રસ્તા ખાતે ગીરીરાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દુકાન ચલાવે છે. તેઓ ગત તા.7-5-23ના મોડી રાત્રિના બે કલાકે દુકાન બંધ કરીને ઘરે જતાં રહ્યા હતા. બીજા દિવસે સવારે દુકાનમાં કામ કરતો સુમીત કિર્તીભાઈ પરીખએ દુકાને આવીને જોતા શટરનું તાળુ તુટેલી હાલત માં જોવા મળતા દુકાનમાં ચોરી થયાનો અંદાજ આવતા દુકાનના માલિક ધર્મેન્દ્રને જાણ કરાઈ હતી. દુકાનમાં એક કિલો તથા 100 ગ્રામ રજનીગંધાના 10 ડબ્બા, અલગ અલગ કંપનીની સીગરેટ 24 પેકેટ, રોકડા રૂ.2000 મળી કુલ્લે રૂ.40000ની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે ચોરીના ત્રણ આરોપીને સુરત ડી.સી.બીએ પકડી પાડયા હતા.