પલસાણા: કડોદરા (Kadosra) પોલીસે (Police) ચાર માસ અગાઉ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે ગુનાના આરોપીને વોન્ટેડ (Wonted) જાહેર કર્યા હતા. જેને રવિવારે કડોદરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસે ૨ જૂનના રોજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આ ગુનાનો આરોપી આદેશ ઉર્ફે ચીંટુ પ્રકાશ મોહોડને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. રવિવારે કડોદરા પોલીસને બાતમી મળી હતી કે, પલસાણાના (Palsana) તાતીથૈયા ગામે સહયોગ હોટલની (Sahyog Hotel) સામે હોવાની જાણ થતાં કડોદરા પોલીસે તેને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
વેસ્મા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 4 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 26 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે ૪ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસે એક સુઝુકી કંપનીની વેગેનર કારને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસે 26,100 રૂપિયાની વિદેશી દારૂની 193 નંગ બાટલીઓ મળી આવતા સુરત ઉમરા ગામે નવો દેવીયા વાડમાં રહેતા માર્ટીન ભુપેન્દ્રભાઈ ઉમરીગર અને બ્રિજલ હરવદનભાઈ ઉમરીગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સેલવાસ પ્રાથમિક સ્કુલની પાસે રહેતા રોનિતે દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલ્યું હતું.
પોલીસે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે દારૂ ભરાવનાર રોનિતને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે દારૂ ભરેલી કાર પોલીસ ન પકડે તે માટે પાયલોટીંગ કરનાર ઇકો કારના ચાલકે સુરત ઉમરા પીપલોદમાં રહેતા રીંકલભાઈ ગોવિંદભાઈ ઉમરીગર અને હિરલભાઈ અનિલભાઈ ઉમરીગરને ઉતારી નાસી ગયો હતો. જેથી પોલીસે રીંકલભાઈ અને હિરલભાઈની પણ ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 29 હજાર રૂપિયાના 3 મોબાઈલ અને 2.50 લાખની કાર મળી કુલ્લે કુલ્લે 3,05,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.