Gujarat

જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન દીપડાનો હુમલો, 11 વર્ષની બાળકીને ફાડી ખાધી

જૂનાગઢ: જૂનાગઢમાં (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં હાલ લીલી પરિક્રમા (Lili Parikrama) ચાલી રહી છે. જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ત્યાં પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓના ટોળા પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ દીપડો (Leopard) પરિક્રમા કરવા આવેલી 11 વર્ષની બાળકીને હુમલાનો શિકાર બનાવતા તેના મોત નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બનાવથી અન્ય પરિક્રમાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.

જૂનાગઢના લીલી પરિક્રમા રૂટ પર દીપડાના હુમલાની ઘટના બની છે. જેમાં આજે વેહલી સવારે બોરદેવીથી આગળ બાવરકાંત વિસ્તારમાં લઘુશંકા કરવા ગયેલી 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. તેમજ તેને મોઢે દબોચીને જંગલમાં 50 મીટર અંદર ઘસેડી લઇ જઇને ફાડી ખાધીની ઘટના બનતા અન્ય પરિક્રમાર્થીઓમાં ફફડાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ હુમલાનો શિકાર બનનાર બાળકી પાયલ સાખન રાજુલા પંથકની રહેવાસી હતી.

આ ઘટનાની જાણ થતા રાજુલાના MLA એ રાજ્યના વન મંત્રી સાથે વાત કરી છે. તેમજ ફરીવાર આવી ઘટના ન બને તે માટે રજૂઆત કરી છે. સાથે બાળકીના પરિવારને સહાય આપવા MLAની રજૂઆત છે. જો કે ગિરનારનામાં થતી 36 કિમીની લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.

Most Popular

To Top