Top News

ટ્રમ્પે બ્રાઝિલ સહિતના દેશો પરના પ્રવાસ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો, તો જો બિડનના વહીવટતંત્રએ લીધુ આ પગલુ

વૉશિંગ્ટન (Washinton): સોમવારે યુ.એસ.માં (America/US) કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 24,626,376 થઇ ગઈ હતી. અમેરિકામાં વિશ્વામં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હોવા છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કારોબારી આદેશ જાહેર કર્યો હતો, જે મુજબ અમેરિકામાં બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ પરની મુસાફરી પ્રતિબંધ હટાવવામાં આવશે. આ આદેશો 26 જાન્યુઆરીથી અમલમાં આવશે. આ પ્રતિબંધો લંડનામાં જોવા મળેલા કોરોનાના નવા પ્રકારના કારણે લાદવામાં આવ્યા હતા. જો કે ટ્રમ્પના આદેશ બાદ ટૂંક સમયમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનના (Joe Biden) વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મુસાફરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.

ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા કારોબારી આદેશ મુજબ, હું ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણ અને યુએસ કાયદા દ્વારા અપાયેલી સત્તાઓ અનુસાર, 26 યુરોપિયન દેશોના શેનજન્ટ ઝોનમાં આવતા મુસાફરી પ્રતિબંધોને દૂર કરું છું. આ હુકમથી બ્રિટન, આયર્લેન્ડ અને બ્રાઝિલ જેવા દેશો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય હવે અમેરિકાના હિત માટે હાનિકારક નથી. આ આદેશ 26 જાન્યુઆરીએ રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે. જોકે, જો બિડેનના પ્રેસ સેક્રેટરીએ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

બિડેનના પ્રેસ સેક્રેટરી જેન સાક્ચીએ ટ્વીટ કર્યું કે, “અમારી મેડિકલ ટીમની સલાહ પર વહીવટ 26 જાન્યુઆરીથી આ પ્રતિબંધો હટાવશે નહીં. રોગચાળાના લીધે પરિસ્થિતિ વધુ વણસી રહી છે અને ચેપના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવવાનો આ સમય નથી. મૂળભૂત રીતે અમે કોવિડ -19 ના ફેલાવાને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીની આસપાસ જાહેર આરોગ્યનાં પગલાંઓને મજબૂત બનાવવાની યોજના બનાવીએ છીએ. ‘.

ટ્રમ્પ બુધવારે પોતાનું રાષ્પટ્રપતિપદ છોડશે. આ હુકમ તેમની મુદત પૂરી થયાના લગભગ એક અઠવાડિયા પછી અમલમાં આવશે. જેને બિડેન વહીવટીતંત્રએ ઊલટાવવાની કરવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના વડાએ તમામ હવાઈ મુસાફરોને 26 જાન્યુઆરીથી કોવિડ -19 નો નેગેડિવ રિપોર્ટ રજૂ કરવા અથવા ચેપમાંથી સાજા થવાના પુરાવા (Antibody test) રજૂ કરવા માટેના હુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. જણાવી દઇએ કે કેપિટોલ હિલના હુમલા પછી આવતીકાલ એટલે કે 20 જાન્યુઆરી માટે વ્યવસ્થા કડક કરી દેવાઇ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top