Business

સુરતમાં 24 થી 26 ઓગસ્ટ દરમિયાન “JITO નેશનલ યુથ કોન્ક્લેવ (NYC) 2024” નું આયોજન

સુરત: રાજ્યના ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાતા સુરત શહેર ખાતે “JITO નેશનલ યુથ કોન્ક્લેવ-2024” નું આયોજન 24 થી 26 ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે કરવામાં આવશે.

  • ત્રણ દિવસીય ઈવેન્ટમાં નવી નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરતા 200+ સ્ટોલ દર્શાવવામાં આવશે અને બિઝનેસ લીડર્સ સાથે ઇન્ટરેક્ટિવ સત્રો પણ યોજાશે
  • કોન્ક્લેવનો ઉદ્દેશ્ય યુવાનોની આગેવાની હેઠળના સ્ટાર્ટ-અપ્સ, ઈ-કોમર્સ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો અને સફળ યુવા સાહસિકોને રોલ મોડલ તરીકે પ્રદર્શિત કરવાનો છે

સુરત શહેર ખાતે આગામી તા.24થી 26 ઓગસ્ટ દરમિયાન જીટો નેશનલ યૂથ કોન્કલેવ એમવાઈસી-2024નું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય આ ઈવેન્ટ સુરતના સરથાણા કોમ્યુનિટી હોલમાં યોજાશે, જેમાં નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરતા 200 જેટલા સ્ટોલ દર્શાવવામાં આવશે અને બિઝનેસ લીડર્સ સાથે ઇન્ટરેક્ટિવ સત્રો પણ યોજાશે.

આ કોન્કલેવનો ઉદ્દેશ યુવાનોની આગેવાની હેઠળના સ્ટાર્ટ-અપ્સ, ઈ-કોમર્સ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો અને સફળ યુવા સાહસિકોને રોલ મોડલ તરીકે પ્રદર્શિત કરવાનો છે. આ આયોજન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે કરવામાં આવશે. સુરત યૂથ વિંગ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય કોન્ફરન્સ નેટવર્કિંગ, લર્નિંગ અને મનોરંજનનો અનોખો અનુભવ આપવા જઈ રહી છે. આ ઇવેન્ટમાં 200થી વધુ સ્ટોલ સાથેનો ભવ્ય એક્સ્પો રજૂ કરવામાં આવશે, જેમાં વિવિધ ઉદ્યોગોમાંથી નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઇવેન્ટ લોકો માટે દેશભરના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકો સાથે જોડાવા અને તેમના વિશે જાણવાની અનન્ય તક ઉપલભ્ધ કરશે.

Most Popular

To Top