Sports

જસપ્રીત બુમરાહ વિશે BCCIએ કરી મોટી જાહેરાત, આ સિરીઝથી ટીમમાં કરશે વાપસી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના (Indianc Cricket) ચાહકો માટે ખુશખબર છે. લાંબા સમયથી ઈન્જર્ડ (Injured) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સ્વસ્થ થઈ ગયો છે. તેની ટીમમાં વાપસી થઈ છે. શ્રીલંકા (Shrilanka) સામેની વન-ડે શ્રેણી માટે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. 10મી જાન્યુઆરીથી શ્રીલંકા સામે રમાનારી વન-ડે મેચમાં (ODI) બુમરાહ રમે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ ખરેખર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ સારા સમાચાર છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરાયો હોવાની જાહેરાત કરાઈ છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે શ્રેણી ઘરઆંગણે રમવાની છે. પહેલા T20 સિરીઝ રમાશે, જેની પ્રથમ મેચ આજે મંગળવારે તા. 3 જાન્યુઆરીના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી રમાનારી છે. T-20 સિરીઝનું સુકાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળી રહ્યાં છે. 3 મેચની T-20 સિરીઝ બાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. આ ત્રણ વનડે 10, 12 અને 15 જાન્યુઆરીએ રમાશે.

સપ્ટેમ્બર મહિનામાં બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી
29 વર્ષીય જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો. જસપ્રીત બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદ T20 મેચ રમી હતી. આ મેચમાં બુમરાહે 50 રન લૂંટાવ્યા હતા અને તે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. તે પછી બુમરાહ પીઠના ફ્રેક્ચરને કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ તેને ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ક્ષણે તેની પીઠમાં ફરી દુ:ખાવો ઉપડ્યો હતો જેના લીધે તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T-20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. ઈજાના કારણે તે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. વર્લ્ડકપના થોડા સમય પહેલાં જ જસપ્રીત બુમરાહને ટ્રીટમેન્ટ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મોકલી દેવામાં આવ્યો હતો. ચાર મહિના બાદ હવે NCAએ બુમરાહને ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ ફિટ જાહેર કર્યો છે. હવે તે વનડે શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

Most Popular

To Top